ઓગડ તાલુકાના પી.એમ.શ્રી થરા અનુપમ પે.કેન્દ્ર શાળા નં.૨ ખાતે શિક્ષક વિરભણભાઈ કેશાભાઈ જોષી અને બાબુભાઈ સગરામ ભાઈ થરેચા શિક્ષણ ક્ષેત્રમાં દીર્ઘ સેવાઓ આપીને વય મર્યાદાને કારણે સત્રાંતે સેવા નિવૃત થતાં તેઓના કર્તવ્યનિષ્ઠ કાર્યની સુવાસને શુભેચ્છા સ્વરૂપે સન્માન આપવા તેમજ તેઓની સેવાઓને બિરદાવવા ભાવદર્શન કાર્યક્રમ ઓગડ તાલુકા પ્રા.શિક્ષણાધિકારી ગૌરવભાઈ પંચાલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ. સ્વાગત પ્રવચન આચાર્યા બિંદેશ્વરી દેવી ઝાલા સ્વાગત પ્રવચન દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને આવકારેલ. આ પ્રસંગે યશપાલસિંહ ટી. વાઘેલા મહાદેવભાઈ બારોટ,બી.આર.સી. કો. પ્રહલાદભાઈ જોષી,પ્રો.ડી.ડી. ઝાલા, દશરથજી ઠાકોર, પ્રહલાદ ભાઈ આચાર્ય,રમેશભાઈ ત્રિવેદી, એન.આઈ.સુથાર, વિરેન્દ્રભાઈ મામતોરા,કનુભાઈ બનાસ ટેરીન, સી.એન.ગજ્જર, શિક્ષક સંઘના પ્રમુખ તથા આચાર્યો ઉપસ્થિત રહી શુભકામના પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન નાગજીજી ઠાકોર તથા આભાર વિધિ સેમાભાઈએ કરી હતી.
યશપાલસિંહ ટી. વાઘેલા-થરા
Home Uncategorized પી.એમ.શ્રી થરા અનુપમ પે.કેન્દ્ર શાળા નં-૨ ખાતે વયનિવૃત્તિ પ્રસંગે ભાવદર્શન સમારોહ યોજાયો




