ભાજપ અ.જા. મોરચાના અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી અને ગુજરાત દલિત અધિકાર સંઘ વચ્ચે ‘ચાય પે ચર્ચા’: સરકારી યોજનાઓ અને ‘સંત રવિદાસ કળશ યાત્રા’ અંગે ઘડાયો માસ્ટર પ્લાન

“હર ઘર તિરંગા”, “હર ઘર કમલ” અને દલિત ઉત્થાનની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સંગઠનાત્મક રોડમેપ તૈયાર

સામાજિક સમરસતા અને જનકલ્યાણના કાર્યોને વેગ આપવા અમદાવાદના રાણીપ ખાતે યોજાઈ મહત્વપૂર્ણ બેઠક

અમદાવાદ:
ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીના રાણીપ (અમદાવાદ) સ્થિત નિવાસસ્થાને આજે “ચાય પે ચર્ચા” અંતર્ગત એક ખાસ સંગઠનાત્મક અને સામાજિક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત દલિત અધિકાર સંઘના હોદ્દેદારો અને ભાજપ અ.જા. મોરચાના અગ્રણીઓએ ઉપસ્થિત રહી સામાજિક ઉત્થાન અને રાષ્ટ્રવ્યાપી અભિયાનો અંગે મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરી હતી.
આ બેઠકમાં ગુજરાત દલિત અધિકાર સંઘના મેનેજિંગ ટ્રસ્ટી/અધ્યક્ષ શ્રી જીતેશભાઈ ફકીરભાઈ વાઘેલા, પ્રદેશ કાર્યાલય મંત્રી શ્રી નયનભાઈ સોલંકી તેમજ ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના પૂર્વ ડિરેક્ટર શ્રી અરુણકુમાર સાધુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આજની આ બેઠકમાં મુખ્ય ચર્ચા કરવામાં આવી હતી કે રાજ્યવ્યાપી અભિયાનોનું આયોજન “હર ઘર તિરંગા” અને “હર ઘર કમલ” અભિયાનને જન-જન સુધી પહોંચાડીને અભૂતપૂર્વ સફળ બનાવવા માટે વિશેષ રણનીતિ અને આયોજન ઘડવા માટે નું ચિંતન કરવામાં આવ્યું હતું.
સંત રવિદાસ કળશ યાત્રા: “સમરસતા સંકલ્પ અભિયાન” અંતર્ગત પ્રસ્તાવિત ‘સંત રવિદાસ કળશ યાત્રા’ ગુજરાતના દરેક ગામડામાં ભવ્ય અને સફળ રીતે યોજાય તે માટે સંગઠન સ્તરે વિગતવાર રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.
રાજ્ય અને કેન્દ્ર સરકારની અનુસૂચિત જાતિ સમાજના કલ્યાણ માટે બનાવવામાં આવેલી સરકારી યોજનાઓનો છેવાડા સુધી પ્રચાર પ્રસાર થાય તે માટે દલિત સમાજના પ્રત્યેક ઘર સુધી લાભ પ્રત્યેક જરૂરિયાતમંદ અને પાત્ર લાભાર્થી સુધી સરળતાથી પહોંચે તે માટે સંકલ્પબદ્ધ પ્રયાસો કરવાનો નિર્ણય લેવાયો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ દ્વારા સામાજિક સમરસતા અભિયાન અંતર્ગત વિવિધ સમુદાયના લોકો મા અને દલિત સમાજમાં એકતા, જાગૃતિ અને સામાજિક સમરસતા વધે તે હેતુથી ગામડે-ગામડે જનસંપર્ક વધારવા અંગે સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here