મહારાષ્ટ્રમા મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ જીત થતા પાટણ ભાજપ દ્રારા ફટાકડા ફોડી કરાઈ

મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી મુંબઈ મહાનગરપાલિકા અને અન્ય 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર દેખાવ કર્યો છે. ત્યારે આ જીતની ઉજવણી પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા યોજાયેલી નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે 75% થી વધુ બેઠકો મેળવી હતી અને હવે મહાનગરપાલિકાઓમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે.
મુંબઈ મહાનગરમાં ભાજપે ઐતિહાસિક સફળતા મેળવી છે ત્યારે મુંબઈ કોર્પોરેશનમાં ભાજપ અને શિવસેના (યુતિ) નો વિજય થયો છે. નેતાઓએ આ સફળતાનો શ્રેય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ પરના જનવિશ્વાસને આપ્યો હતો.
ચૂંટણી પરિણામો વિશે જાણવા જઈએ તો 29 કોર્પોરેશનોમાંથી મોટાભાગની કોર્પોરેશનોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે.
હવે જયારે ગુજરાત વિધાનસભાની તૈયારી સંદર્ભે પાટણ જિલ્લા ભાજપના અગ્રણીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મહારાષ્ટ્રના આ વિજયની અસર આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પર પણ પડશે. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા ફરી એકવાર ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે ઉત્સાહિત છે. ત્યારે પાટણ શહેરના ભાજપના તમામ કાર્યકરોએ આ વિજયને ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને વધાવ્યો હતો. આગામી દિવસોમાં આ ઉત્સાહને મતદારો સુધી પહોંચાડવા માટે સંગઠન દ્વારા આયોજન કરવામાં આવશે…….!




