યુનિવર્સિટીના આર્કિટેક ડિપાર્ટમેન્ટ ખાતે માય યુવા ભારત દ્વારા ઓન ફ્લેક્સ શીટ સ્કીમ્ વકૅશોપ યોજાયો…

ઉપસ્થિત મહાનુભાવો એ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું…

પાટણ તા.૧૨
ભારત સરકાર અને ખેલમંત્રાલય અંતર્ગત ચાલતી સંસ્થા MY YUVA BHARAT દ્વારા આયોજિત વર્કશોપ ઓન ફ્લેક્સ શીટ સ્કીમ્ નો કાર્યક્રમ શુક્રવારે પાટણ યુનિવર્સિટીના આર્કિટેક ડિપાર્ટમેન્ટ ખાતે યોજાયો હતો .
કાર્યક્રમના અધ્યક્ષ યુનિ. ના આસિસ્ટન્ટ રજીસ્ટાર કમલભાઈ મોઢ , સમાજ કલ્યાણ માંથી નીલમબેન પટેલે ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સરકાર ની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમા પોસ્ટ શાખાના કિરણભાઈ ભાટિયા દ્વારા વિકસીત ભારત ડિજિટલ ઇંડિયા વીશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તો રોજગાર કચેરી માથી ઉપસ્થિત સિદ્ધાર્થ ભાઈ રાવલ દ્વારા રોજગાર લક્ષી માહિતી તેમજ આરોગ્યલક્ષી યોજનાઓની જાણકારી પુરી પાડવામાં આવી હતી.
કાર્યક્રમ ના મુખ્ય મહેમાન વિવેકભાઈ પટેલ ભાજપ યુવા મોરચા અધ્યક્ષ દ્વારા આજના યુવાનને સરકાર દ્વારા આપવામાં આવતા લાભો થી માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ માં આર્કિટેક ડિપાર્મેન્ટ ના હેડ મીરાબેન ચતવાણી તેમજ સંદીપભાઈ દરજી (ભાજપયુવા મોરચા ઉપાધ્યક્ષ પાટણ ) અમિતભાઈ તપોધન સહિતનાઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ બાદ સૌ મહાનુભાવો એ એક પેડ માં કે નામ અંતર્ગત કેમ્પસમાં વૃક્ષા રોપણ કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રિતેશ ઝવેરી જિલ્લા કોર્ડીનેટર ના માર્ગદર્શન અંતર્ગત કરવામાં આવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here