
પાટણ તા. ૮
રોટરી ક્લબ પાટણ દ્વારા રક્ષાબંધન પર્વના આગળના દિવસે તા. ૮ઓગસ્ટ ના રોજ સરકારી બુનિયાદી પ્રાથમિક શાળામાં બાળકો સાથે રક્ષાબંધન પવૅ ની ઉજવણી સાથે મીઠાઈ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય દાતા રોટરીના ઓનરરી મેમ્બર રો કનુભાઈ પોપટ દ્વારા બાળકોને મીઠાઈ આપવામાં આવી હતી.
શાળાના બાળકોના વિકાસ માટે જયારે પણ જરૂરિયાત હોય ત્યારે રોટરી પાટણ તૈયાર રહેશે તેવું દાતાએ જણાવ્યું હતું.
શાળામાં 150 બાળકોને મીઠાઈ વિતરણ કરી બાળકો સાથેના ભાઈચારાની જાગૃત કરવાના પ્રયત્નો કરી રક્ષાબંધન પવૅ ની ઉજવણી ને યાદગાર બનાવવામાં આવી હતી.




