આ જ્ઞાનસાર ગ્રંથની વિશેષતા….
ભારતમાં સૌ પ્રથમવાર મલ્ટી (ફોર).કલરમાં જ્ઞાનસાર ગ્રંથ પ્રકાશિત થયેલ છે.

જ્ઞાનસાર ૩૨ અષ્ટકનું બત્રીશી રૂપે ગુજરાતી અને હિન્દીમાં માહાગાન કરવામાં આવ્યું છે
જ્ઞાનસાર ગ્રંથના કુલ-પાના ૫૦૦ છે.
આ ગ્રંથનું નામ શ્રી જ્ઞાનસાર એક અધ્યાત્મ ગીતા ગ્રંથ છે
એમની સાથે વાત કરનાર, જાણનાર કે ઓળખનારને એમના સ્વ ભાવમાં સમાયેલા ઋજુતા અને આત્મીયતા,સહજતા અને સરળતા,કલ્યાણમિત્રની સંવેદના, સાધુ- સાધ્વી ભગવંતો અને ગુરુ ભગવંતો પ્રત્યેનો આદર તથા સ્નેહ,જૈન ધર્મની અને એ સિવાયના અધ્યાત્મ જગતની ઊંડી સમજ અને અભ્યાસ જેવા ગુણોનો સહજ પરિચય થાય છે. એમની વિવિધ પ્રસ્તુતિમાં એમના સ્વરમાં ચિંતનનો રણકાર,શબ્દો ની વિવિધતા અને શબ્દોના ભાવ ની ઊંડાઈનું કૌશલ્ય અનુભવી શકાય છે.પરમાત્માના પાંચ કલ્યા ણકોની ભકિતસભર સંગીત મય પ્રસ્તુતિ અંજનશલાકા એ તેમનો પ્રિય વિષય છે.તેઓ ગાયક અને સ્વરકાર તો છે જ, ખૂબ સારા અભ્યાસુ લેખક, સંકલનકાર અને વક્તા પણ છે. એટલે એમના વાણી પ્રવાહમાં જૈન ધર્મનું, ભારતની સનાતન સંસ્કૃતિનું, અધ્યાત્મજગતનું જ્ઞાન અર્થપૂર્ણ રીતે અનુભવી શકાય છે આવા સ્વરકાર અને સંગીતકાર આશિષ મહેતા દ્વારા “જ્ઞાનસાર એક અધ્યાત્મગીતા” મૂળ ગ્રંથ તેના ગાન સ્વરૂપે ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં શ્રુત ભક્તિ સ્વરૂપે સાધકો સુધી પહોંચી રહ્યું છે;એ શ્રુતભક્તિ સંગીતના વાતાવરણમાં,સંગીતની દુનિયામાં,જૈન વિશ્વમાં એક અનુપમ ઘટના છે.730 દિવસમાં જ્ઞાનસાર ગ્રંથ તૈયાર કર્યો,જૈન સમાજના તમામ ગ્રંથોનો નિચોડ આ ગ્રંથમાં પહેલીવાર જૈન સમાજમાં ફોર મલ્ટી કલરમાં અને ત્રણ ભાષામાં ગ્રંથ લખાયો. ૩૫૦ વર્ષ પહેલા મહોપાધ્યય શ્રીમદ્દ યશોવિજયજી એ આ ગ્રંથ લખ્યો હતો,હવે ડિઝિટીલા ઇજેશનની સાથે શ્રાવકો સુધી પહોંચશે.આ પ્રસંગે મુંબઇ, અમદાવાદ,કચ્છ,બનાસકાંઠા, ઉ.ગુજરાત વિગેરેથી ગુરુભક્તો, સામાજિક,આધ્યાત્મિક અગ્રણી ઓ સહિત પ્રશાસનના અધિકારી ઓ ઉપસ્થિત રહેલ.
યશપાલસિંહ ટી વાઘેલા થરા



