શહેરના પીંજારકોટ નજીકની મિલકત અંગે પાટણ જિલ્લા અદાલતનો મહત્ત્વ પૂર્ણ ચુકાદો…

પાટણ તા. 31
પાટણ શહેરના પીંજાર કોટ વિસ્તારમાં વલીભાઈ ના ડહેલા ની નજીક આવેલી એક મિલકત અંગે લાંબા સમયથી ચાલી રહેલા કાનૂની વિવાદમાં પાટણ જિલ્લા અદાલતે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જિલ્લા અદાલતના ડિસ્ટ્રિક્ટ જજ મુલીયા એ રેગ્યુલર અપીલ નં. 12/2023 રદ કરી રમેશભાઈ દલપતભાઈ પિંડારીયા (ઘાંચી), જેઓ રમેશ દૂધી તરીકે ઓળખાય છે, તેમના પક્ષના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી છે.
1958 થી મિલકતનો ઉપયોગ ભાડુઆત તરીકે કરતા હતા. આ મિલકતનાં મૂળ માલિક મણિબેન ઘાંચી હતાં. વર્ષ 1958માં રમેશભાઈ પિંડારીયા ના પિતા દલપતભાઈ દૂધવાળાએ દૂધના વ્યવસાય અર્થે ગાયો બાંધવા માટે આ મિલકત ભાડે રાખી હતી. ત્યારબાદ તેમના પુત્ર રમેશભાઈ દલપતભાઈ પિંડારીયા દ્વારા આ મિલકતનો ઉપયોગ સરબત બનાવવાના વ્યવસાય માટે કરવામાં આવતો હતો.
વર્ષ 2021માં કોર્ટમાં આ મિલકત અંગે મૂળ માલિક
ના પુત્ર ગોવિંદભાઈ ચીમનલાલ મોદીએ પાટણની ત્રીજી એડિશનલ સિનિયર સિવિલ જજ સા.ની કોર્ટ
માં દાવો દાખલ કર્યો હતો, જેનો ચુકાદો વર્ષ 2021માં આવ્યો હતો. ત્યારબાદ ગોવિંદભાઈ મોદીનું અવસાન થતાં તેમનાં ધર્મપત્ની તથા પુત્રીઓ દ્વારા પાટણ જિલ્લા અદાલતમાં રેગ્યુલર અપીલ નં. 12/2023 દાખલ કરવામાં આવી હતી.અપીલની સુનાવણી દરમિયાન રમેશભાઈ દલપતભાઈ પિંડારીયા (ઘાંચી) તરફથી તેમના વકીલ અલ્કેશભાઈ આર. ત્રિવેદીએ અસર કારક દલીલો રજૂ કરી હતી.
બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા બાદ પાટણ જિલ્લા અદાલતના ડિસ્ટ્રિક્ટ જજ મુલીયા એ રમેશભાઈના પક્ષના વકીલની તમામ દલીલો ગ્રાહ્ય રાખી સામાવાળા પક્ષની રેગ્યુલર અપીલ નં. 12/2023 રદ કરવાનો હુકમ કર્યો હતો.
આમ પીંજારકોટ વિસ્તારની આ મિલકત અંગે ચાલી રહેલા લાંબા કાનૂની વિવાદમાં જિલ્લા અદાલતનો આ ચુકાદો નોંધપાત્ર બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here