તા. 17 ઓગસ્ટ, 2026 ના સ્પર્ધા યોજાઈ હતી જેમા શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણના વિદ્યાર્થીઓએ બેન્ડ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે.રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે યોજાનારી રાજ્યકક્ષાની બેન્ડ સ્પર્ધાના ભાગરૂપે બનાસકાંઠા રેન્જ કક્ષાની બ્રાસ બેન્ડ સ્પર્ધા પાલનપુર મુકામે યોજાઈ હતી. જેમાં શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણના કુમારોએ બ્રાસ બેન્ડ કેટેગરીમાં શાનદાર રજૂઆત કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

વિદ્યાર્થીઓએ પોતાની તાલબદ્ધ રજૂઆત, શિસ્તબદ્ધ કવાયત, ટીમવર્ક અને સંગીતકૌશલ્ય દ્વારા નિર્ણાયકોને પ્રભાવિત કર્યા હતા. આ વિજય બદલ સમગ્ર શાળા પરિવાર, વાલીઓ અને પાટણ શહેરમાં આનંદની લાગણી પ્રસરી છે.વિદ્યાલયના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા સંચાલક મંડળે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી આગામી રાજ્યકક્ષાની બેન્ડ સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ વિદ્યાલયમાં શિક્ષણ સાથે સહઅભ્યાસિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને આપવામાં આવતા પ્રોત્સાહનનું ઉત્તમ ઉદાહરણ છે.શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલય, પાટણના બ્રાસ બેન્ડના વિદ્યાર્થીઓએ બનાસકાંઠા રેન્જ કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી પાટણનું નામ ગૌરવપૂર્ણ રીતે રોશન કર્યું છે.કન્વીનર મુકેશભાઈ હીરવાણીયા સહ સંયોજક ભાવિકભાઈ પટેલ શાળા વડા ડૉ બી આર દેસાઈ એ વિદ્યાર્થીઓ અને કન્વીનર શિક્ષકશ્રીઓ ને પણ અભિનંદન આપ્યા




