પાટણના સંગીત પ્રેમીઓએ આ સંગીત સપ્તાહના કાર્યક્રમને માણી સરાહના કરી…

પાટણ તા. ૪
સંગીત ની નગરી પાટણ શહેરમાં અનેક સંગીતકારો પોતાના શું મધુર સુરો વચ્ચે પાટણ નું નામ સંગીત ક્ષેત્રે દેશ વિદેશમાં ઉજળુ કરી રહ્યા છે. ત્યારે સંગીત ક્ષેત્રે આગવી ઓળખ પ્રાપ્ત કરનાર પાટણની સ્વર સંદીપ મ્યુઝિકલ ક્લબ આર.કે. સ્ટુડિયો પ્રસ્તુત દ્રારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સ્વ. રફી-કિશોર-મુકેશ સંગીત સપ્તાહ 2025 નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાપ્તાહિકી સંગીત મઢિયા કાર્યક્રમના આયોજક સ્વરસંધિ મ્યુઝીકલ ક્લબના ઓર્ગેનાઇઝર સંદીપભાઈ ખત્રી અને તેમના ધર્મ પત્ની અનિતાબેન ખત્રીએ આ કાર્યક્રમનો હેતુ જણાવતા કહ્યું હતું કે જ્યાં શબ્દ પૂર્ણવિરામ પામે છે ત્યાંથી સંગીતનો આરંભ થાય છે. સંગીત એ ઇશ્વરનું વરદાન છે. એ ભાગ્યશાળી વ્યકિત છે. જેને ઇશ્વરે સંગીત આપ્યું છે.
સ્વર-સંદિપ મ્યુઝિકલ કલબ અને આર.કે. સ્ટુડિયો પ્રસ્તુત સ્વ.રફી-કિશોર-મુકેશ સંગીત સપ્તાહ’ નામના કાર્યક્રમનું એક સુંદર આયોજન પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું.
એક સપ્તાહ સતત ચાલેલા આ કાર્યક્રમમાં હિન્દી ફિલ્મનાં ગીતોની એક સંગીતમય આરાધના લોકો સુધી પહોંચે એ માટે આ સુંદર ગીતોની રજૂઆત કરવામાં આવી હતી.
ઉચ્ચકક્ષાના સંગીતકારો દ્વારા સ્વરબધ્ધ થયેલા આ જુના ગીતોનો વારસો નવી પેઢી સુધી નવા વિચાર અને નવી કલ્પના સાથે સ્વરરૂપી ધન્યતાની લાગણીનું વાવેતર કરવાના શુભ ઉદ્દેશ સાથે ફિલ્મી ગીતોના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સ્વર સંદીપ મ્યુઝીકલ ક્લબ આરકે સ્ટુડિયો પ્રસ્તુત સ્વર્ગસ્થ રફી કિશોર મુકેશ સંગીત સપ્તાહ 2025 ના આ કાર્યક્રમને સફળ બનાવવા કલબના તમામ મેમ્બરો સહિત પાટણના સંગીત પ્રેમી શ્રોતાઓએ સુદર સહકાર આપી આ સાપ્તાહિક સંગીત મઢયા કાર્યક્રમ ને યાદગાર બનાવ્યો હતો.




