પર્યાવરણ સંરક્ષણ, વેસ્ટ મેનેજમેન્ટ અને ક્રિએટીવીટી બાબતે વિધાર્થીઓ ને માગૅદશૅન અપાયું…

પાટણ તા. ૧૫
સિદ્ધપુરની અભિનવ સ્કૂલ અને શિશુ મંદિરમાં પર્યાવરણ સંરક્ષણ માટે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિદ્ઘપુરના વતની અને હાલ મુંબઈ સ્થિત શ્રી દશા વિશા વણિક સમાજના અગ્રણી મનોજભાઈ શાહ અને એમની ટીમે દર વર્ષે જેમ ચાલુ વર્ષે પણ વિદ્યાલયની મુલાકાત સાથે પર્યાવરણની ચિંતા કરીને બાળકો માટે પર્યાવરણ સંરક્ષણ – જતનના આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ત્રિવિધ કાર્યક્રમમા વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધો ૬ થી ૧૨ ના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ, વેસ્ટ મેનેજમેન્ટ અને ક્રિએટીવીટી બાબતે માગૅદશૅન અપાયું હતું. કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીઓને કાપડની થેલીમાં ખાતર મિશ્રિત ખેતરની માટી અને તુલસીના માંજર અપૅણ કરી પ્રત્યેક વિદ્યાર્થીઓ પોતાના ઘરે કૂંડામાં કે અન્ય વેસ્ટ પાત્ર બનાવીને આ છોડ ઉછેર કરે એવું આહ્વાન કર્યું હતું. તેમજ છ મહિના પછી જેમનો છોડ યોગ્ય રીતે ઉછર્યો હશે તે વિદ્યાર્થીઓને ઈનામ આપીને સન્માનિત કરાશે.
કાર્યક્રમમાં મુંબઈથી બકુલભાઈ મહેતા, જયેશભાઈ મહેતા, હેમેશભાઈ,જતીનભાઈ શાહ, અજીતભાઈ શાહ, વિનયભાઈ સાથે સિધ્ધપુર ના નીતિનભાઈ, સંજયભાઈ, વિદ્યાલયના ટ્રસ્ટીઓ સહિત સ્ટાફ પરિવારે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



