ખોરસમ-સરસ્વતી કેનાલ માં પાઈપ લાઈન વડે સિધ્ધી સરોવર માં પાણી પહોંચાડવા પાલિકા પ્રમુખે પાણી પુરવઠા મંત્રી ને લેખિત રજૂઆત કરી..

પાટણ તા.૨૩
પાટણ શહેર સહિત આજુબાજુના ૭૦ ગામોને પીવાનું પાણી પર પાડતી ખુલ્લી કેનાલને ખોરસમ સરસ્વતી પાઈપ લાઈનમાંથી અલગ કનેક્શન ધ્વારા સીધેસીધુ સિધ્ધી સરોવરમાં પાઈપ લાઈનથી પાણી નાંખવાની માંગ સાથે શુક્રવારે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ને લેખિતમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે કરેલ રજૂઆત માં જણાવ્યું હતું કે પાટણ શહેરને તેમજ આજુબાજુના ૭૦ ગામોને પીવાનું પાણી પુર પાડતી ખુલ્લી કેનાલ ખોરસમ સરસ્વતી પાઈપ લાઈન મારફતે પદ્મનાભ ચોકડી કેનાલમાં પાણી નાંખી કેનાલ મારફતે પીવાનું પાણી સિધ્ધી સરોવરમાં નાંખવામાં આવે છે. જે ફીલ્ટર થઈ પાટણની પ્રજાને પહોંચાડવામાં આવે છે. હાલમાં આ કેનાલ ખુલ્લી હોવાથી લોકો ધ્વારા ખૂબ જ ગંદકી થાય છે. જે લોકોના આરોગ્યને હાનીકારક છે. જેના કારણે પાણીજન્ય રોગો થઈ શકે છે. જો આ ખોરસમ સરસ્વતી પાઈપ લાઈન માંથી અલગ કનેકશન ધ્વારા (અન્ડર ગ્રાઉન્ડ) પાઈપ લાઈન મારફતે સિધ્ધી સરોવરમાં સીધુ પાણી નાંખવામાં આવે તો ગંદકી થતી અટકાવી શકાય અને પાણીનો બગાડ પણ અટકાવી શકાય તેમ હોવાનું જણાવી તેઓની આ રજૂઆતને ધ્યાને લઈ યોજના બનાવી ઘટતું કરવા તેઓએ પુરવઠા મંત્રી ને જણાવ્યું હતું.

અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here