છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીના વાગડોદ પોલીસે ઝડપી પાડ્યો…

પાટણ:

બનાસકાંઠા રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સિદ્ધપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ વાગડોદ પોલીસ સ્ટાફે બાતમીના આધારે છેલ્લા આશરે ત્રણ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

વાગડોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુ.ર.નં. ૧૧૨૧૭૦૪૦૨૪૦૦૬૦/૨૦૨૪ મુજબ ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૫, ૨૦૧, ૧૨૦(બી), ૧૧૪ હેઠળના છેતરપિંડી તેમજ વિશ્વાસઘાતના ગુનામાં બી.એન.એસ.એસ. કલમ ૭૨ મુજબના વોરંટના આધારે કાનોસણ (તા. સરસ્વતી, જિ. પાટણ) ખાતે રહેતા ઠાકોર ઓધારજી નાગજીજી કચરાજીની અટકાયત કરી વાગડોદ પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં વાગડોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઇ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ. બોડાણા, એ.એસ.આઇ. દિગ્વિજયસિંહ શંકરસિંહ (બ.નં. ૨૧૨) તથા હેડ કોન્સ્ટેબલ દિપકભાઇ હરગોવનભાઇ (બ.નં. ૨૭૬) જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here