ધારાસભ્ય અને સરપંચ દ્વારા પાંજરાપોળની સુવિધાઓ માટે રૂ. 7 લાખ સખાવત ની જાહેરાત કરવામાં આવી…

દિયોદર:
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા મથકે આવેલી ૬૦ વર્ષ જૂની શ્રી દિયોદર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ સંચાલિત દિયોદર ખોડા ઢોર પાંજરાપોળ ખાતે બુધવારે 17 સપ્ટેમ્બર 2025 ના રોજ સવારે 11:00 કલાકે પાંજરાપોળના પટાંગણમાં દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના 75 માં જન્મદિવસ નિમિત્તે ગૌ પૂજન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દિયોદર મતવિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ, દિયોદરના રાજવી અને પૂર્વ ધારાસભ્ય શ્રી માનસિંહજી વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દિયોદરની જીવદયા પ્રેમી જનતા ,સામાજિક કાર્યકરો, ગૌભક્ત પરિવાર અને દિયોદર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ પાંજરાપોળના ટ્રસ્ટી મંડળ પણ ઉત્સાહભેર હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી .સંસ્થાનું સફળ સંચાલન કરતાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયંતીલાલ બી દોશી અને તેમની ટીમ પાંજરાપોળનો સ્ટાફ ખડે પગે રહીને પશુઓને શાતા મળે તે રીતે ઘાસચારો પાણી આપ્યા હતા . તેઓ સંસ્થામાં સ્વચ્છતા જાળવવા સાથે પાંજરાપોળ દિન પ્રતિદિન પ્રગતિ કરે તેવા પ્રયત્નો સાથે આગેકદમ કરી રહ્યા છે.
કાર્યક્રમમાં સર્વે વિનોદભાઈ મહેતા, પ્રદીપભાઈ મહેતા, રસિકલાલ કોઠારી, અનિલભાઈ દોશી, જીવદયા પ્રેમી પ્રવીણભાઈ મણીયાર, પ્રકાશ કોઠારી ,જોધાભા (ભેસાણા), રજનીભાઈ દોશી ,વજુભાઈ વાળા, જગદીશભાઈ રાણા (કાજલ) સોમપુરા ભરતભાઈ, મહેશભાઈ અખાણી, અરૂણભાઇ ત્રિવેદી, શાંતિજી ભગત કોતરવાડા, શૈલેષભાઈ કાનાબાર ,બાબુભાઈ બારોટ, ઈશ્વરભાઈ નાઈ ,સુરેશભાઈ ભાટી, છોટુભાઈ મકવાણા, સુખાજી ઠાકોર ,અજાભાઈ રાંટીલા, જેઠાભાઇ રાંટીલા, અમરાભાઇ પટેલ ફોરણા, હરેશભાઈ ભાટીયા, રમેશભાઈ ઠાકોર, વિપુલભાઈ ઠાકોર ,જૈન સંઘ પેઢીના મેનેજર શ્રી શૈલેષભાઈ ઝાલમોરા, દિયોદર એગ્રીકલ્ચર કાર્યાલયના ભાવનાબેન ઝાલા, કનુભા વાઘેલા, જયદીપભાઇ ચૌધરી, ઉપસ્થિત રહી પ્રસંગને દિપાવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત દિયોદર મતવિસ્તારના ધારાસભ્યશ્રીએ આરસીસી રોડ તેમજ અન્ય યોજના પેટે રૂપિયા પાંચ લાખ જ્યારે ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ પાંજરાપોળમાં બ્લોક ફીટીંગ માટે રૂ.બે લાખ આપવાની જાહેરાત કરી હતી. દિયોદર તાલુકા મથકે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓ સર્વશ્રી અરવિંદભાઈ હાલાણી, પ્રમુખ પ્રેસ કલબ દિયોદર શ્રી નટુભાઈ ચૌહાણ, તુષારભાઈ ત્રિવેદી, જગદીશ સોની, સવજીભાઈ ચૌધરી ,અનુપજી ઠાકોર, જગદીશભાઈ પઢીયાર, કિરણભાઈ ચૌધરી, નટુજી ઠાકોર, સતિષભાઈ ચૌહાણ, સુંડાભાઈ દેસાઈ , રહીમ સુમરા, કલ્પેશભાઈ બારોટ, ગંગારામ ઠાકોર, જયદીપભાઇ ચૌધરી વગેરેએ સુંદર સાથ સહકાર આપ્યો હતો. કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયંતીભાઈ દોશીએ આભાર વિધિ કરી હતી.
દિયોદર પાંજરાપોળના પ્રમુખ શ્રી કનુભાઈ એફ દોશી નવસારી, ટ્રસ્ટીવર્ય શ્રી મહેતા મહેન્દ્રભાઈ કાંતિલાલ નગરશેઠશ્રી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયંતીલાલ બી દોશી ,શ્રી અશોકભાઈ બી શાહ, દિયોદર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ નૈલેશભાઈ મહેતા, તનોજભાઈ કિર્તીભાઈ શાહ લાટીવાળા ટ્રસ્ટી શ્રી લલિતભાઈ વી શાહ તેમજ શ્રી સંઘના સહયોગી સદસ્યો પાંજરાપોળના હિત રક્ષકો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



