મિશન શક્તિની DHEW, BBBP, OSC યોજનાઓની કલેકટર દ્વારા સમીક્ષા કરાઈ…
મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવી સુરક્ષા અને સલામતી પ્રદાન કરવી અને મહિલા સશક્તિકરણ પર ભાર મુકાયો..
પાટણ તા. ૪
જિલ્લા કલેકટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામા નારી વંદન ઉત્સવ ૨૦૨૫ અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અન્વયે મિશન શક્તિ યોજના અંતર્ગત જિલ્લાની દેખરેખ અને નિયંત્રણ સમિતિની બેઠક યોજાઇ હતી.
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા મિશન શક્તિ યોજના અન્વયે રાજ્ય કક્ષાએ “સ્ટેટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વિમન” (SHEW), જિલ્લા કક્ષાએ “ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વુમન” (DHEW) શરુ કરવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા “ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વુમન” રાજ્યના તમામ જિલ્લાઓ ખાતે લાગુ કરવામાં આવેલ છે. ભારત સરકારની નવી મિશન શક્તિ યોજનાની માર્ગદર્શિકા મુજબ જિલ્લા કલેકટર યોજના
ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે.
સદરહું યોજનાનો મુખ્ય હેતુ સમાજમાં મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવી, મહિલાઓને સુરક્ષા અને સલામતી પ્રદાન કરવી અને મહિલા સશક્તિકરણ કરવાનો છે તેમજ કાયદાઓ, યોજનાઓ અને જાતિગત અસામનતા દુર કરવા અંગે સમજુતી આપવાનો છે.
આજની મિટિંગમાં મિશન શક્તિની DHEW, BBBP, OSC યોજનાઓનું કલેકટર દ્વારા સમીક્ષા કરી અને યોજનાકીય કામગીરી વધુ અસરકારક થાય તે માટે તેમજ દર માસે વિધવા હયાતી ખરાઈ થયા બાદ પોસ્ટ અને સંલગ્ન બેંકમાં ચુકવણું થાય તેવા પ્રયાસ હાથ ધરવા સુચન કર્યું હતું. વધુમાં તમામ કચેરીઓની મહિલાઓની જાતીય સતામણી અધિનયમ ૨૦૧૩ કાયદા અંતર્ગત કમિટીની રચના થાય અને રચના થયેલ કમિટીની she box પોર્ટલ પર નોધણી થઇ જાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
નારી વંદન ઉત્સવ ૨૦૨૫ અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અન્વયે રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ દીકરીઓ તથા બાલિકા પંચાયતની દીકરીઓ અને વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓનું કલેકટર તથા કમિટીના સભ્યો દ્વારા સ્ટડી કીટ, ઘડિયાળ અને દીકરી વધામણા કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.




