ભક્તિ સંગીતના સથવારે આનંદ ગરબા મંડળની બહેનોએ રમઝટ મચાવી..

મહોલ્લાના રહીશો સહિત સગા સંબંધી અને સ્નેહી મિત્રો આનંદ ગરબામાં સહભાગી બન્યા…

પાટણ તા.૨૩
પાટણમાં ચૈત્રી નવરાત્રીના ના પાવન દિવસોમાં શ્રદ્ધાળુ ભકતો ઉપાસના અને અનુષ્ઠાન થકી મૈયાની ભક્તિમાં લીન બન્યા છે ત્યારે બીજી તરફ ચૈત્રી નવરાત્રીમાં બાધા માનતાના ગરબાઓની સાથે સાથે કેટલાક ધર્મ પ્રેમી પરિવાર દ્વારા હરખનાં આનંદ ગરબા પણ આયોજિત કરતાં હોય છે.
ત્યારે પાટણ શહેરના લાખેશ્વર મહાદેવ મંદિર પરિસર નજીક આવેલા ખરાદીવાડામાં રહેતા રંગોળી આર્ટિસ્ટ જયશ્રીબેન સંજયભાઈ સુથાર પરિવાર દ્વારા ચૈત્ર વદ નૌમ ને મંગળવારે રાત્રે તેઓના નિવાસ સ્થાને હરખનાં આનંદ ગરબા નું ભક્તિ મય માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.
આનંદ ગરબાના પવિત્ર પ્રસંગે આનંદ ગરબા મંડળની બહેનો દ્વારા ભક્તિ સંગીતના સુરો વચ્ચે આનંદ ગરબાની રમઝટ મચાવી હતી.
આ પ્રસંગે મહોલ્લાના રહીશો સહિત સગા સંબંધી અને સ્નેહી મિત્રો એ ઉપસ્થિત રહી માના આનંદ ગરબામાં સહભાગી બન્યા હતા .
આનંદ ગરબાની પૂર્ણાહુતિ માતાજીની આરતી અને પ્રસાદ સાથે કરવામાં આવી હતી જેનો સૌ માઈ ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.



