પાટણ તા.૨૩
આગામી વૈશાખ વદ અમાવસને સોમવાર ને શનિ અમાવસ્યા નાં પવિત્ર દિવસે પાટણ શહેરના જૂનાગંજ બજાર ખાતે આવેલા શ્રી જુનાગંજ હનુમાન દાદા ના મંદિર પરિસર માં બિરાજમાન શ્રી શનિદેવ ના સાનિધ્યમાં વિશેષ પુજા – અભિષેક સહિત મહાઆરતી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

શનિ અમાવસ્યા ના પવિત્ર દિવસે આયોજિત આ ધાર્મિક કાર્યમાં જે પણ શનિભકત ને શનિ ની પનોતી ચાલતી હોય તેવા શનિભકત ની પનોતી શનિદેવ દુર કરે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક પુજા-અર્ચના નું આયોજન કરવામાં આવ્યું છે. તો જે પણ શનિભકત ને શનિ ની પનોતી ચાલતી હોય તેવા શનિ ભક્તો ને શનિ અમાવસ્યા ના પવિત્ર દિવસે જુનાગંજ ખાતે આવેલ શ્રી જુનાગંજ હનુમાન મંદિર પરિસર માં બિરાજમાન શ્રી શનિદેવ મંદિરે પુજા નો લાભ લેવા મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી અને જૂનાગંજ અનાજ બજાર એસોસિયેશનના પ્રમુખ મહાસુખભાઈ મોદીએ જણાવ્યું છે.
અહેવાલ:- યશપાલ સ્વામી પાટણ..




