પાટણના સદારામ ચોકમાં શ્રી રામદેવ પીરદાદા મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી..

આ પ્રસંગે શોભાયાત્રા, હવન સહિત ના ધાર્મિક મહોત્સવ ઉજવાયા…

પાટણ તા. ૩
ભાદરવા સુદ અગિયારસ ને બુધવારના રોજ પાટણ શહેરના ચાણસ્મા ઓવરબ્રિજ નીચે આવેલ સદારામ ચોક ખાતેના શ્રી રામદેવ પીરદાદા ના મંદિર પરિસર ખાતે શ્રી રામદેવ પીરદાદા ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિમય માહોલ વચ્ચે યજમાન પરિવારની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શહેરના પદ્મનાભ નગર સોસાયટી ખાતે થી શ્રી રામદેવ પીરદાદા ની ભવ્ય અને ભક્તિમય માહોલમાં ભક્તિ સંગીત ના સૂરો સાથે શોભાયાત્રા નિકળી હતી જે શહેરના વિવિધ માગૅ પરથી પ્રસ્થાન પામી નિજ મંદિર ખાતે સંપન્ન બની હતી જયાં ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે શ્રી રામદેવ પીર દાદાની વિધિવત્ત રીતે પ્રતિષ્ઠા સાથે હવન કરી સૌએ સમૂહ ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
શ્રી રામદેવ પીર દાદાની પ્રતિષ્ઠાના પવિત્ર મહોત્સવ ને સફળ બનાવવા મનસુખભાઈ રણછોડદાસ પ્રજાપતિ પરિવારના યોગેશભાઈ, જયેશભાઈ, ચેતનભાઈ સાથે ચતુરજી ભગત, હિમાંશુભાઈ પ્રજાપતિ, ભરતભાઈ ગોગા સરકાર,જીગર લિમ્બાચીયા સહિત ના સેવકોએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here