પાટણના સાંતલપુર નજીક ભારત માલા હાઇવે ક્ષતિગ્રસ્ત મામલે તપાસ નો ધમધમાટ શરૂ…

નેશનલ હાઈવે ઓથોરિટી ના મેમ્બર સહિત પાટણ જિલ્લા કલેકટરે સ્થળ નિરિક્ષણ કયુઁ…

તા. ૧૩
પાટણ જિલ્લા સાંતલપુર નજીક ભારત માલા હાઇવે ક્ષતિ ગ્રસ્ત મામલાને પાટણ જિલ્લા કલેકટર સહિત ની ટીમ દ્રારા ધટના સ્થળની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સમન્વયથી ઝીણવટભરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ભારત માલા હાઈવેની ગુણવંત મામલે ઉઠેલા સવાલો ને ઘ્યાન મા રાખી ને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સમન્વયથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ થી સમગ્ર મામલા ની તપાસ શરૂ કરાઈ હોવાનુંજાણવા મળ્યું છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ના મેમ્બર વેંકટરામન અને પાટણ જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ ની સંયુક્ત ટીમ દ્રારા તપાસ દરમ્યાન રોડના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલ ની ગુણવત્તામાં ક્ષતિ માલૂમ પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
આ તપાસ મામલે નેશનલ હાઈવે ઓથોરિટીના મેમ્બર વેંકટરામને રોડનું કામ કરનાર કોન્ટ્રાકટર ને નોટિસ ફટકારાઈ હોવાનું જણાવી નવીન મશીનરી અને મેન પાવર દ્વારા સત્વરે આ રોડનું સમારકામ હાથ ધરાયુ છે. અને સત્વરે રોડનું સમારકામ હાથ ધરી સુવિધા જનક પરિવહનની ખાતરી નેશનલ હાઈવે ઓથોરિટીના મેમ્બર વેંકટરામને આપી હતી.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સમન્વયથી તાત્કાલિક ધોરણે આ રોડ વાહન ચાલકો માટે રીપેર કરવા માટે વધુ ટીમો કાર્યરત કરાઈ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here