પ્રમુખ પદે રીન્કુ પટેલ અને ઉપપ્રમુખ પદે સંજય પટેલ ની વરણી કરવામાં આવી..
પાટણ તા.૧૨
પાટણ શહેરના જુનાગંજ બજાર સ્થિત કાયૅરત શહેરની સૌથી જૂની સહકારી સંસ્થા ગુંગડી પાટી સેવા સહકારી મંડળીની ગતરોજ મળેલી બેઠકમાં સતત પાંચમી વખત પ્રમુખ પદે રીન્કુ ઉર્ફે રાજેન્દ્ર કુમાર જયંતીલાલ પટેલ અને ઉપપ્રમુખ પદે
સંજયકુમાર ચીમનલાલ પટેલ સવૉનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
આ બેઠકમાં મંડળીના પ્રમુખ અને ઉપપ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવેલા બન્ને યુવા અગ્રણીઓએ મંડળી ના વિકાસ ને વેગવાન બનાવવાની ખાતરી આપી સૌ ડીરેકટરો અને સભાસદો નો આભાર વ્યક્ત કર્યો હતો.
પાટણ ગુગડી પાટી સેવા સહકારી મંડળીના સતત પાંચમી વખત પ્રમુખ પદે સવૉનુમતે વરણી કરાયેલ રીન્કુ પટેલ ઉર્ફે રાજેન્દ્ર કુમાર જયંતીભાઈ પાટણ એપીએમસીના ડિરેક્ટરની સાથે સાથે પાટણ જિલ્લા ભાજપ મંત્રી તરીકેની કામગીરી પણ બખૂબી નિભાવી રહ્યા હોય તેઓની પાટણ ગુગડી પાટી સેવા સહકારી મંડળીના પ્રમુખ પદે સતત પાંચમી વખત વરણી કરાતાં ઉપસ્થિત સૌએ તેઓની વરણીને વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..




