
પાટણ તા. ૧૪
હિલોફીલીયા સોસાયટી મહેસાણા અને GMERS મેડિકલ કોલેજ, ધારપુર (પાટણ)દ્વારા હિમોફીલિયાની બીમારી અંગેની જન જાગૃતિ ફેલાવવાના આશયથી “હિમોફિલિયા જાગૃતિ અને શૈક્ષણિક કાર્યક્રમ” નું સોમવારે આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં નિવૃત એચઓડી ઓફપીડિયાટ્રિક સિવિલ હોસ્પિટલ સુરત ડો.વિજય શાહ અને એચ ટી સી ઇન્ચાર્જ સિવિલ હોસ્પિટલ સુરત ડો.ક્રિષ્ટિયન દ્વારા હિમોફીલીયા અને એની વિવિધ સારવાર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ધારપુર મેડિકલ કોલેજ તરફથી ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિ ડો. ચિંતન રાવલ, આર એમ ઓ ડો. રમેશ પ્રજાપતિ, એચ ઓ ડી મેડિસિન ડો.કલગી શાહ,એચઓડી પીડિયા
ટ્રિસિયન ડો.જાનકીબેન પ્રજાપતિ,ડો.હીના ચૌધરી તથા અન્ય ડોક્ટર્સ અને નર્સીંગ સ્ટાફ સાથે ૭૦ થી વધુ દર્દીઓ અને એમના સંબંધિત લોકો સાથે હિમોફીલીયા સોસાયટી મહેસાણા ધવલ મોદી, સાગર મોદી,હાર્દિક પટેલ, સુરેશ ઠક્કર,અમીષાપટેલ,પલ પટેલ વગેરે એ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




