પાટણ ગીત – સંગીતના ચાહકોને ૭૦ અને ૮૦ ના દાયકામાં લઈ જવાનો એક અનોખો પ્રયાસ કરાયો…

પાટણ તા. ૩
સંગીત ની નગરી પાટણ શહેરમાં ઉગતા અને ઊગીને પાંગરી ચૂકેલા ગાયક અને સંગીતકારોને મંચ પૂરો પાડતી પાટણની રાઈઝીંગ સ્ટાર મ્યુઝિક કલબ દ્વારા જીના ઇસી કા નામ હૈના શીર્ષક હેઠળ ભારતના લેજેન્ડ ગાયક કલાકારો મોહમ્મદ રફી, કિશોરકુમાર,લતા મંગેશ
કર,આશા ભોંસલે, અને મુકેશના અમર ફિલ્મી ગીતોની પ્રથમવાર ઓરકેસ્ટ્રા ના સથવારે પ્રસ્તુતિ કરી પાટણના ગીત સંગીતના ચાહકોને ૭૦ અને ૮૦ ના દાયકામાં લઈ જવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પ્રથમવાર જ પાટણની રાઈઝીંગ સ્ટાર ક્લબ દ્વારા પ્રથમવાર ઓરકેસ્ટ્રા ના માધ્યમથી પોતાના કંઠને જીવંત વાદ્યવૃંદ સાથે તાલ મિલાવીને પોતાની ગાયકીને શ્રોતાઓ સમક્ષ પ્રસ્તુત કરી હતી.
પાટણ ખાતે યોજાયેલા આ કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના માર્ગદર્શક અશોકભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, પાટણમાં હવે આ કરાઓકે ક્લબ મ્યુઝિક ક્લબ તરીકે ઓળખાશે.પાટણના ઉગતા કલાકારોને કરાઓકેની ટ્રેક સિસ્ટમ માંથી બહાર લાવી હવે તેમને લાઈવ ઓરકેસ્ટ્રા સાથે પલોટવાની જરૂરિયાત જણાતી હોવાથી આ કાર્યક્રમ પ્રસ્તુત થઈ રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.
આ પ્રસંગે ડો.જીગરભાઈ ગાંધી,કે.સી.પટેલ,ડો.દીપ શાહ,સુનિલ પટેલ, મનીષખમાર, ભાનુભાઈ સોની, ડો.સમ્યક પારેખ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
સૌનું શાબ્દિક સ્વાગત સંસ્થાના પ્રમુખ કમલેશ સ્વામીએ જયારે સંચાલન કિશોરભાઈ રાવલે અને ઓરકેસ્ટ્રાનું સંચાલન પાટણના અપ્પુ રામીએ કરી કાર્યક્રમ ને યાદગાર બનાવ્યો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ…




