પાટણમાં ડ્રગ્સનો રેકેટ પકડાયો : એક્ટિવાની ડેકીમાંથી 1.85 ગ્રામ હેરોઇન ઝડપાયું!

પોલીસની કડક કાર્યવાહી : રૂ. 72,000નો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની ધરપકડ.

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો : સમીર શેખ અને ચિન્ટુ પરમાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ

પાટણ શહેરમાં નશાના કારોબાર સામે પાટણ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે એક એક્ટિવાની ડેકીમાંથી 1.85 ગ્રામ પ્રતિબંધિત હેરોઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ કેસમાં પોલીસે કુલ રૂ. 72,000 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઘટના અંગે પોલીસે સમીર શેખ અને ચિન્ટુ પરમાર નામના બે શખ્સો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આ નશાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે….!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here