પાટણ:
“માનવ સેવા એ જ પ્રભુ સેવા” ના મંત્રને સાર્થક કરતા, શ્રી સદારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે પાટણ શહેરમાં એક ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સદારામ બાપાના આશીર્વાદથી માવતર ગાયનેક હોસ્પિટલ દ્વારા આ નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાશે.
કેમ્પની વિગતો:
- તારીખ: ૧૫-૦૫-૨૦૨૬, શુક્રવાર.
- સમય: સવારે ૯-૦૦ થી બપોરે ૨-૦૦ કલાક સુધી.
- સ્થળ: માવતર ગાયનેક હોસ્પિટલ, HDFC બેંક ઉપર, ડૉ. હમીદ મન્સુરીના દવાખાનાની સામે, બસ સ્ટેશન રોડ, પાટણ-૩૮૪૨૬૫.
મળવાપાત્ર નિઃશુલ્ક સેવાઓ:
આ કેમ્પમાં સ્ત્રી રોગ અને પ્રસુતિના નિષ્ણાંત ડૉ. જગદીપ જે. ઠાકોર (DNB – DGO, NBE-DELHI) દ્વારા સેવાઓ આપવામાં આવશે. કેમ્પ દરમિયાન નીચે મુજબની તપાસ તદ્દન મફત કરવામાં આવશે:
- ફ્રી ડૉક્ટર તપાસ (નવો કેશ)
- ફ્રી સોનોગ્રાફી (USG)
- ફ્રી બ્લડ તપાસ: જેમાં હિમોગ્લોબિન (Hb), બ્લડ શુગર, HIV ટેસ્ટ અને HBsAg ટેસ્ટનો સમાવેશ થાય છે.
વધુ માહિતી અથવા પૂછપરછ માટે મોબાઈલ નંબર 63521 30580 પર સંપર્ક કરી શકાશે. પાટણ અને આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ નાગરિકોને આ સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.




