પાટણ: ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬
પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનની ટીમે એક વર્ષથી કોર્ટના સજા વોરંટના કામે નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે કિમ્બુવા ગામેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
ઘટનાની વિગત
મહેસાણાની સાતમી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ દ્વારા ક્રિમિનલ કેસ નંબર ૩૫૯૭/૨૦૨૪ માં ‘ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ’ (ચેક બાઉન્સ) ની કલમ-૧૩૮ હેઠળ આરોપી ઠાકોર ઉદાજી લીલાજી (રહે. કિમ્બુવા, તા. સરસ્વતી, જિ. પાટણ) ને સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં સજા થયા બાદ આરોપી છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો હતો, જેના પગલે નામદાર કોર્ટે તેની સામે સજા વોરંટ ઇશ્યુ કર્યું હતું.
પોલીસ કાર્યવાહી
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે સિદ્ધપુર નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સરસ્વતી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચૌધરી અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી.
ચોક્કસ બાતમીના આધારે પોલીસે કિમ્બુવા ગામે દરોડો પાડીને ઉદાજી લીલાજી ઠાકોરને પકડી પાડ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટીમની કામગીરી
આ સફળ કામગીરીમાં ડી.ડી. ચૌધરી (પોલીસ ઇન્સ્પેક્ટર, સરસ્વતી પો.સ્ટે.), નરેન્દ્રકુમાર સેમાભાઈ (અ.હેડ.કોન્સ.), રાજેશભાઇ શંકરભાઇ (અ.પો.કોન્સ.), અનિલભાઇ જોરાભાઇ (આ.પો.કોન્સ.), મુજબના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા




