પાટણ તા. 27
પાટણ એમ.કે. યુનિવર્સિટી ખાતે સોમવાર થી 5 દિવસીય સ્વચ્છતા અભિયાન પ્રારંભ યુનિવર્સિટી ના રજિસ્ટ્રાર દેશરાજ યાદવ, ડેપ્યુટી રજિસ્ટ્રાર રવિ મીણા તેમજ વિવિધ વિભાગોના અધ્યક્ષ ડૉ. કંચનલતા,ડૉ.ધરણી સોલંકી,કશીશ,ભાવેન માયાવંશી અને ઉમંગ સર દ્વારા મા સરસ્વતીની વંદના તથા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના સંયોજક ડૉ. રાજેન્દ્ર કુમારે જણાવ્યું કે પાંચ દિવસ સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત સ્વયંસેવકો દ્વારા દરરોજ સ્વચ્છતા અને જનજાગૃતિ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. અભિયાનના અંતિમ દિવસે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્વયંસેવકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સ્વચ્છતાને પોતાના દૈનિક જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો.




