પાટણ તા. ૨૮
ભાદરવા સુદ પાંચમ ને ગુરૂવારે પાટણ ક્ષત્રિય ઠાકોર સમાજના કુળદેવી મહાકાળી માતાજીના અને અંબાજી માતાજીનું નેજુ જળચોક ઠાકોર વાસ માંથી નિકળી અંબાજી નેળીયામા આવેલ અંબાજી મંદિરે પહોચ્યું હતું જયા કુળદેવી માતાજી ને ધજા ચડાવવા મા આવેલ.

આ પ્રસંગે માતાજીના મંદિરે ક્ષત્રિય ઠાકોર સમાજ ના પરિવારજનોએ માતાજી ના દર્શન કરી માતાજીની નૈવેદ્ય માં લાપસી અપૅણ કરી ૧૦૦ વર્ષ ઉપરાંત થી ચાલી આવતી પરંપરા ને નિભાવી હતી.
ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા દર વર્ષે ઉજવાતી આ ઉજાણીનો ઉદેશ જે ભાઈયો કામ ધંધા માટે બહાર ગામ રહેતા હોય તે આજના દિવસે રજા રાખી ને માતાજીના દર્શન કરવા માટે આવે અને બઘા કુટુંબ ના વડીલો સાથે હળી મળી ને રહે અને પરિવારમાં પ્રેમ લાગણી વધે તે હેતુથી ઉજાણી ઉત્સવ ઉજવવામાં આવતો હોવાનું સમાજના આગેવાનો એ જણાવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



