
NGES કેમ્પસના આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજના તથા HNGU ના સિનિયર ડિવિઝનના કુલ 60 કેડેટને આપાતકાલીન પરિસ્થિતિમાં ટ્રાફિક કંટ્રોલ તથા ક્લાઉડ કંટ્રોલની તાલીમ આપવામાં આવી…

NGES કેમ્પસના CDO પ્રો. જય ધ્રુવ દ્વારા કાર્યક્રમમાં જોડાયેલ તમામને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા.


આજરોજ તારીખ 12/05/2025 ના રોજ 7 બટાલિયન ગુજ. NCC મહેસાણા દ્વારા પાટણ ખાતે NGES કેમ્પસના આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજના તથા HNGU ના સિનિયર ડિવિઝનના કુલ 60 કેડેટને આપાતકાલીન પરિસ્થિતિમાં ટ્રાફિક કંટ્રોલ તથા ક્લાઉડ કંટ્રોલની મોક ડ્રિલ કરીને નાયબ સુબેદાર રાજેન્દ્રસિંહ તથા બટાલિયનના PI સ્ટાફ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જેના દ્વારા મોક ડ્રિલ દરમિયાન હાજર પાટણના નાગરિકોને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન લેફ્ટેનન્ટ ડૉ. ગૌરાંગ રામી તથા CTO ડૉ. પરીક્ષિતસિંહ દ્વારા કરવામાં આવ્યું. NGES કેમ્પસના CDO પ્રો. જય ધ્રુવ દ્વારા કાર્યક્રમમાં જોડાયેલ તમામ દેશ સેવા માટે તત્પર કેડેટ્સને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.




