પાટણ તા. ૨૧
પાટણ જિલ્લા નિવૃત્ત પોલીસ ગ્રુપ તથા ગુજરાત નિવૃત્ત પોલીસ અધિકારી ગ્રુપ દ્વારા નિવૃત્ત પોલીસનું સ્નેહમિલન ગતરોજ પાટણ ખાતે નિવૃત્ત Dyspએ.એમ.પટેલ, યું.આર.ઠાકોર તથા જે.એમ.શ્રીમાળી ની ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે આમંત્રિત મહેમાન તરીકે અમદાવાદ થી નિવૃત્ત Pi એલ.ડી વાઘેલા (ગુજરાત નિવૃત્ત પોલીસ અધિકારી ગ્રુપ) તથા ગોવિંદ ગોહિલ Asi નિવૃત્ત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નિવૃત Pi વાય.એસ.પઠાણ,એ.યું.પઠાણ, પી.વી.વ્યાસ,એ.એચ.પઠાણ, ડી.એચ.દેસાઈ, નિવૃત્ત PSI આર.આર.પરમાર, બી.જે.ચાવડા, પી.એસ.પરમાર,એમ.એસ દરબાર,એ.એમ વણ
કર,ડી.એન.પરમાર,બી.જે વાઘેલા,કે.બી.પાટીલ તથા ૧૫૦ થી વધારે નિવૃત્ત HC/ASI હાજર રહ્યા હતા.. તમામ અધિકારીઓનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નિવૃત્ત Pi એલ.ડી.વાધેલા એ પોલીસ વિભાગના ત્રીજા ઉચ્ચતર પગાર વિશે માહિતી, માર્ગદર્શન, ચર્ચા અને પ્રશ્નોત્તરી તેમજ PMJAY આરોગ્ય કાર્ડ તથા આરોગ્ય બાબતો, નિવૃત્તિમાં પ્રવૃત્તિ, આનંદમય નિવૃત્તિ જીવન સહિત વિવિધ મુદ્દે સંબોધન અને ચર્ચા કરવામાં આવેલ હતી.
આ સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન ગુપ્તદાન દ્વારા રૂ.૧૯૫૦૦નો સ્વૈચ્છિક ફાળો એકઠો થયો હતો. કાર્યક્રમનું આયોજન ગ્રુપ એડમીન નિવૃત્ત Asi નારણભાઈ મકવાણા, બાબુભાઈ ચૌધરી, કિશોરભાઈ બ્રહ્મભટ્ટ, અમિતકુમાર રાવત દ્વારા કરવામાં આવેલ હતું
ત્રીજા ઉચ્ચતર પગાર બાબતે પ્રાથમિક માહિતી અને માર્ગદર્શન માટે ૯ સભ્યોની સંકલન સમિતિ બનાવવામાં આવેલ. સ્નેહ મિલનમાં સૌએ સાથે મળી આનંદ માણેલ અને ઘણા વર્ષો પછી મળેલા જૂના મિત્રોએ ભેગા મળી જૂની યાદોને તાજી કરેલ હતી.
એલ.ડી.વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર નિવૃત્ત ગ્રુપ એડમીન ગુજરાત નિવૃત્ત પોલીસ અધિકારી ગ્રુપ ગુજરાત પોલીસ ત્રીજા ઉચ્ચતર પગાર ગ્રુપ સહિત નાઓએ જહેમત ઉઠાવી હતી.



