શુભારંભ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી અને હોસ્પિટલ ના મુખ્ય દાતા સહિત રાજકીય – સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે..
પાટણ તા. 30
જીવન જયોત ચેરિટેબલ ટ્રસ્ટ, પાટણ સંચાલિત શેઠશ્રી પોપટલાલ ભીખાચંદ પાટણ જનતા કેન્સર હોસ્પિટલ નો આગામી તા. 1 નવેમ્બરના રોજ ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંધવી અને હોસ્પિટલ ના મુખ્ય દાતા વિનોદભાઈ હરિભાઈ ઝવેરી સહિતના રાજકીય, સામાજિક આગેવાનો ની વિશેષ ઉપસ્થિતિમાં બપોરે 3-00 કલાકે ઉદઘાટન સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે.
જીવન જયોત ચેરિટેબલ ટ્રસ્ટ, પાટણ સંચાલિત કરોડના ખર્ચે બનેલ અધતન સુવિધા સભર શેઠશ્રી પોપટલાલ ભીખાચંદ પાટણ જનતા કેન્સર હોસ્પિટલ ના પ્રારંભથી કેન્સરના રોગ થી પિડાતા દર્દીઓને હવે ઘર આંગણે કેન્સરની સારવાર ઉપલબ્ધ બની રહેશે.
આગામી તા.1 નવેમ્બરને રવિવારે આયોજિત જીવન જયોત ચેરિટેબલ ટ્રસ્ટ, પાટણ સંચાલિત શેઠશ્રી પોપટલાલ ભીખાચંદ પાટણ જનતા કેન્સર હોસ્પિટલ ના પ્રારંભને લઈ ટ્રસ્ટના ટ્રસ્ટી મનસુખભાઈ એન.પટેલ, ર્ડા.પ્રમોદભાઈ એમ.પટેલ સહિતના ટ્રસ્ટીઓ દ્રારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.




