પાટણ જુના પાવર હાઉસ ની સેવાઓ પુનઃ ચાલુ કરવાની માગ સાથે કલેકટર, જીઈબી અને ધારાસભ્ય ને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરતાં રહિશો..

પાટણ તા. ૨૪
પાટણ શહેરના જુના પાવર હાઉસ ખાતે ની તમામ સેવાઓ જીઈબી તંત્ર દ્વારા બંધ કરી તમામ સુવિધાઓને ચાણસ્મા હાઈવે પર નવનિર્માણ કચેરીમાં કાયૅરત બનાવતાં જુના પાવર હાઉસ વિસ્તારના રહીશોને અનેક હાલાકી ભોગવવાનો વારો આવતા વિસ્તારના રાજકીય અને સામાજિક આગેવાનો સહિત વિસ્તારના રહીશો દ્રારા જુના પાવર હાઉસ ખાતે બંધ કરવામાં આવેલ સુવિધાઓ પુનઃ ચાલુ કરવાની માગ સાથે સહી અભિયાન ઝુંબેશ ચલાવવામાં આવ્યું હતું જે સહી ઝુંબેશ દરમિયાન વિસ્તારના લોકોએ પોતાના હસ્તાક્ષર કરી અભિયાન ને સમથૅન આપ્યું હતું.
ત્યારે આ સહિ ઝુંબેશ અભિયાન દરમિયાન એકત્ર કરવામાં આવેલ સહિઓ સાથે નું આવેદનપત્ર ગુરૂવારે વિસ્તારના રાજકીય સામાજિક આગેવાનો સહિત ના રહિશોએ
જિલ્લા કલેક્ટર અને જીઈબીના અધિકારી સાથે સ્થાનિક ધારાસભ્યને સુપ્રત કરી પોતાની રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here