પાટણ ભૈરવ મંદિર હોલમાં હાડકાની સમસ્યાઓ માટે નિઃશુલ્ક તપાસ કેમ્પ યોજાયો…

પાટણ તા.૧૪
પાટણ ભૈરવ મંદિર હોલ ખાતે સોમવારે નિઃશુલ્ક હાડકાની તપાસનો કેમ્પ સાંજ ના ત્રણ થી છ વાગ્યા સુધી યોજાયો હતો.
આ કેમ્પમાં સર્જન ડૉ. અપૂર્વ પટેલે 107 દર્દીની તપાસ કરીને દર્દીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ કેમ્પનું આયોજન અંકિતાબેન પટેલ અને યોગ ટ્રેનર યામિનીબેન જોશીએ તેમના સાધકોના સહયોગથી કર્યું હતું.
આ કેમ્પમાં ઘૂંટણ, ખભા અને થાપાની સમસ્યાઓ માટેની સારવાર ઉપલબ્ધ કરવામાં આવી હતી.તો ઘૂંટણના સ્નાયુ અને ગાદીની દૂરબીનથી સારવાર આપવામાં આવી હતી.
નાની ઉંમરના દર્દીઓમાં ઘૂંટણના ઘસારા માટે સાંધા બદલવાની સારવાર પણ આપવામાં આવી હતી.ઘૂંટણના જટીલ ફ્રેક્ચર અને ઢાંકણીની સમસ્યાઓ માટે પણ સારવાર ઉપલબ્ધ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here