શણગારેલી બગીઓમા નિકળેલી આ શોભાયાત્રાએ શહેરીજનોમાં આકષૅણ ઉભું કર્યું..
પાટણ તા. ૩૧
પાટણના હિંગળાચાચર ચોક ખાતે મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા નવરાત્રિમાં ચાર કટમ ગરબા-૨૦૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ સમૂહ ગરબા મહોત્સવમાં બાધા-માનતાના ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હોય રવિવારે ચાર કટુબ ના પરિવારજનો દ્વારા સમૂહ ગરબાની આમંત્રણ પત્રિકાના વિતરણ માટે શણગારેલી બગીઓમા બિરાજમાન બની શોભાયાત્રા સ્વરૂપે શહેરના રાજમાર્ગ પર થી નીકળતા અનેરૂ દ્રશ્ય સજૉયુ હતું.
ચાર કટુબ ના યજમાન પરિવારો બગીમાં બેસીને કંકોત્રી વિતરણ અર્થે શોભાયાત્રા સ્વરૂપે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સમાજના લોકોને આમંત્રણ પાઠવ્યું હતું. આ કંકોત્રી વિતરણ માટે નિકળેલી શોભાયાત્રા મા મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શોભાયાત્રા જોતા પાટણ મોઢ જ્ઞાતિ સમાજનો આ સમૂહ ગરબા મહોત્સવ નવરાત્રીની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને આગળ વધારશે..
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



