પાટણ તા.૧૦
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એકેડેમીક કાઉન્સિલ ના સભ્ય તરીકે મહેસાણા સાર્વજનિક કેળવણી મંડળના મંત્રી દિલીપભાઈ જે. ચૌધરીને નિયુક્તિ કરવામાં આવી છે. યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની તા.૩૦ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ મળેલી બેઠકમાં સેક્શન ૧૮ (એચ) અંતર્ગત મેનેજમેન્ટના પ્રતિનિધિ તરીકે દિલીપભાઈ ચૌધરીની અઢી વર્ષના સમયગાળા માટે નિમણૂક કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. દિલીપભાઈ ચૌધરી યુનિવર્સિટી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ જેવી મહત્વની સમિતિઓમાં વર્ષોથી કાર્યરત છે. તેમની આ નવી નિમણૂક ને સૌએ આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.




