પાટણ તા. ૯
પાટણ શહેરના અઘારા દરવાજા નજીક આવેલ ઉચી શેરીમાં રહેતા ખેડૂત પરિવારની દિકરી અવનિ દિનેશભાઈ પટેલે તાજેતરમાં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ની ફાઇનલ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને પાટણ લેઉવા પાટીદાર સમાજ સહિત સમગ્ર પાટણ શહેર નું ગૌરવ વધાર્યુ છે.
ખેડૂત પરિવારની દિકરી અવનિ દિનેશભાઇ પટેલે આ સિધ્ધી મેળવતા ઊંચીશેરી ના તમામ રહિશો સાથે વિસ્તારના નગરસેવક પટેલ નીતાબેન દિલીપભાઈ એ તેઓને શુભેચ્છા પાઠવી ઉતરોતર પ્રગતિ ના સોપાન સર કરે તેવી કામના વ્યકત કરી હતી…




