માતાજીની ધજા નું પુજન અર્ચન કરી પદયાત્રીઓ માતાજીના જયજયકાર સાથે ચોટીલા જવા રવાના થયા..
પાટણ તા.૧૫
પાટણ શહેરના વાસીપરા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ સમાજના પરિવારજનો નો પગપાળા યાત્રા સંઘ સોમવારે સવારે શ્રી ચોટીલા ચામુંડા માતા મંદિર તરફ માતાજીના જયજયકાર અને ભક્તિ સંગીત ના સૂરો વચ્ચે પ્રસ્થાન પામ્યો હતો.
આ પગપાળા સંઘ ના પ્રસ્થાન પૂર્વે માતાજીની ધજા નું પુજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પગપાળા સંઘમાં જોડાયેલા પ્રજાપતિ પરિવારના સૌ પદયાત્રીઓએ માતાજીની આરતી ઉતારી જય જય કાર સાથે ચોટીલા શ્રી ચામુંડા માતાજીના મંદીર તરફ ભક્તિ સંગીતના સૂરો વચ્ચે પ્રસ્થાન કર્યું હતું. પાટણથી ચોટીલા ચામુંડા માતા મંદિર સુધીના આ પગપાળા સંઘમાં જોડા
યેલા પદયાત્રીઓને પ્રસ્થાન કરાવવા મોટી સંખ્યામાં વાસીપરા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવાર સહિત ધર્મ પ્રેમી નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પદયાત્રીઓની આ પગપાળા યાત્રા નિર્વિઘ્ન સંપન્ન બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



