પાટણ શહેર માં અસામાજિક તત્વો દ્વારા ઝવેરી બજારના વહેપારી ઉપર હીચકારો હુમલો કરાયો

પાટણ 100 ગોળ રોહિત સમાજ કેળવણી મંડળ નાં મંત્રી અને સામાજિક અગ્રણી તથા વ્યાપારી પરમાર કિર્તીભાઈ જેઠાભાઇ એ લીલીવાડી પાટણ ખાતે પોતાના ઉપર જીવલેણ હુમલો કર્યા ની ફરિયાદ નોંધાવી.

પાટણ 100 ગોળ રોહિત સમાજ કેળવણી મંડળ નાં મંત્રી અને સામાજિક અગ્રણી તથા વ્યાપારી પરમાર કિર્તીભાઈ જેઠાભાઇ રહેઠાણ લીલીવાડી પાટણ સાથે ગતરોજ બનેલ બનાવો સંદર્ભે તેઓએ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી જયેશભાઈ અમરતભાઈ સોલંકી વિનોદભાઈ કાંતિભાઈ સોલંકી તેમજ વીણાબેન જયેશભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસ દ્વારા આજે બપોરે ફરિયાદ લઈ એફઆઇઆર નોંધવામાં આવી હતી
ઉપરોક્ત ઘટના અંગે ફરિયાદીએ જણાવેલ માહિતી મુજબ આરોપી જયેશભાઈ અમરતભાઈ સોલંકી એ લીલી વાડી રોહિતદાસ મંદિર નજીક મંગળવારે સવારે 10:00 વાગે તેમના ઉપર જીવલેણ હુમલો કરી માથા તેમજ ગળાના ભાગે ઈજા પહોંચાડેલ અને તેમના ગળામાં પહેરેલ પાંચ તોલાના સોનાના દોરાની લૂંટ થવા પામી તેમ તેઓએ જણાવેલ હતું જે બાબતે ઇજા બાદ તેઓએ તાત્કાલિક ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર લીધેલ અને બી ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા આવેલ ત્યારે રાત્રે ત્રણ વાગ્યા સુધી બી ડિવિઝન પોલીસ દ્વારા તેમની ફરિયાદ લેવામાં આવેલ નહીં અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ જ ફરિયાદ લેવાશે તેમ ફરિયાદીએ જણાવ્યું હતું તેમજ ફરિયાદી કિર્તીભાઈ જે પરમારે જણાવેલ કે આખરે બુધવારે બપોરે ફરિયાદ લેવામાં આવેલ જેમાં તેમના દ્વારા જણાવવામાં આવેલ સંપૂર્ણ વિગતો લેવામાં ના આવતા ફરિયાદી દ્વારા પોલીસની કાર્યવાહી બાબતે નારાજગી વ્યક્ત કરાઈ હતી જે મુજબ ફરિયાદી દ્વારા પોતાનો પાંચ તોલાની સોનાની ચેન ની લૂંટ થઈ હોવાની ફરિયાદનો ઉલ્લેખ પોલીસ દ્વારા એફઆઇઆર માં કરવામાં આવેલ નથી તેમ ફરિયાદીએ જણાવ્યું હતું તેઓએ જણાવેલ કે આરોપી દ્વારા અગાઉ પણ તેમની સાથે માથાકૂટ અને ઝઘડા કરેલ અને તેમને માર મારવાની કોશિશ કરવામાં આવી હતી અને આરોપી ચાણસ્મા શિક્ષણ વિભાગમાં કામ કરતો હોવાનું તથા માથાભારે વ્યક્તિ હોવાનું તેમજ ઘટના સમયે પણ કેફી પદાર્થોનું સેવન કરેલી હાલતમાં હોવાનો જણાવ્યું હતું જે અંગે યોગ્ય તપાસ થાય અને સરકારી કર્મચારી તરીકે આવું વર્તન ફરીવાર ન કરે તેમ જ ફરિયાદીએ જણાવ્યા મુજબ પોતાની સોનાની ચેન લુંટાયાનું એફઆઈઆર માં નોંધ કરવામાં આવેલ નથી જે અંગે પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી. કે. નાયી સાહેબને અરજદાર રૂબરૂ મળી રજૂઆત કરેલ પાટણ એસ.પી. એ મૌખિક જણાવ્યું હતું કે હું સંપૂર્ણ તપાસ કરાવી અને આ લૂંટ થઈ હશે તો ગુનો દાખલ કરાવીશ તે મુજબ પોતાની હકીકત માં જણાવેલ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here