પાટણ સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતેથી વોકોથાન નું પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેકટર.

પાટણ તા.૨૮
રમત ગમત યુવા અને સંસ્કૃતિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ ને અટકાવ વોકોથાન નું પ્રસ્થાન કરાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સરદાર પટેલ રમત ગમત સંકુલ , પાટણ ખાતેથી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલના વરદ હસ્તે પાટણ જિલ્લામાં વોકાથાનનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.


વિશ્વ પર્યાવરણ દિવસ 2025 ઉજવણી અંતર્ગત વોકાથોનનું આયોજન જિલ્લા રમત ગમત સંકુલ પાટણથી બગવાડા દરવાજા સુધી આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓ, વિદ્યાર્થીઓ, અને યુવાઓ જોડાયા હતા. વોકાથાનના પ્રસ્થાન દ્વારા પ્લાસ્ટિક પ્રદુષણ અંગે લોકજાગૃતિ આવે અને લોકોમાં અવેરનસ ફેલાય. જેના લીધે પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે આશયથી જિલ્લામાં વોકાથાનનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here