પાટણ સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો; ૨૦૨૭ની ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવા આહ્વાન

પાટણ:

આમ આદમી પાર્ટી (AAP) પાટણ વિધાનસભા પરિવાર દ્વારા નવા વર્ષના ઉપલક્ષ્યમાં પાટણ સર્કિટ હાઉસ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવાની સાથે આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી માટે બૂથ સ્તર સુધી સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું હાર્દિક સ્વાગત કરતા આમ આદમી પાટણ ના આમ આદમી પાર્ટી કાંકરેજ જીલ્લા પ્રભારી પ્રભાતસિંહ સોલંકીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષની શરૂઆત સામાજિક અને સંગઠનાત્મક કાર્યક્રમોથી કરવામાં આવી છે. આ સ્નેહ મિલનમાં પાટણ જિલ્લા પ્રમુખ શ્રી બાબુજી ઠાકોર, સંગઠન મંત્રી રાજુજી, તાલુકા પ્રમુખ રણજીતસિંહજી, પાટણ શહેર પ્રમુખ હિતેશભાઈ, નિકેશભાઈ, જગદીશભાઈ, મનુભાઈ સહિતના અનેક અગ્રણીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

સંગઠનની કામગીરી અંગે માહિતી આપતા જીલ્લા પ્રમુખ બાબુજી ઠાકોરે જણાવ્યું હતું કે, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રભારી અને સેન્ટ્રલ ટીમના માર્ગદર્શન હેઠળ પાર્ટીનું માળખું ભાજપ અને કોંગ્રેસની જેમ જ લેવલ-૧, લેવલ-૨ અને લેવલ-૩ સુધી તૈયાર થઈ ચૂક્યું છે. જેમાં વિધાનસભા, તાલુકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કિસાન વિંગ અને યુથ વિંગના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં પાટણ વિધાનસભામાં બૂથ સમિતિઓની રચનાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે.
ગોપાલભાઈ દ્વારા આપવામાં આવેલા સૂત્ર “નેતા ચલે બૂથ કી ઓર” ને સાર્થક કરતા, આજથી જ શ્રી ગણેશ કરીને દરેક બૂથ સુધી પહોંચવા અને સમિતિઓ બનાવી તેની યાદી જિલ્લા પ્રમુખ અને એસ.ટી.આઈ. (STI) બાબુજીને સુપરત કરવા અપીલ કરવામાં આવી હતી. વક્તાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જો યુવાનો, વડીલો અને નવા લોકોને જોડીને પાર્ટી પરિવારને મોટો કરવામાં આવશે, તો ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી મજબૂત લડત આપીને વિજય મેળવશે. જૂના વર્ષની જે કંઈ કડવાશ કે ત્રુટિઓ રહી ગઈ હોય તેને દૂર કરી, સૌએ એકસાથે હળીમળીને નવા વર્ષને સફળ બનાવવાનું છે. આ પ્રસંગે  પાટણ શહેર આમ આદમી પ્રમુખ હિતેશભાઈએ ઉપસ્થિત સૌનું સ્વાગત કરતા સૌને નુત્તં વર્ષની શુભકામનાઓ પાઠવી હતી આવનાર સમયમાં બૂથ અભિયાન અને પાર્ટી તરફથી વિવિધ કાર્યક્રમોને સફળતાપૂર્વક પાર પાડવા માટે એક સ્પેશિયલ ટાસ્ક હાથ ધરવામાં આવશે. તેમ તેઓએ જણાવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત કાર્યકરોના સૂચનો સાંભળી, “ભારત માતા કી જય” ના નાદ સાથે સભાનું સમાપન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here