પાટણ સાંસદ અને વાવ ના એમએલએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ની શુભેચ્છા મુલાકાત લીધી.

પાટણ સાંસદ દ્વારા પોતાના લોકસભા મતવિસ્તારના પરિવહનના વિવિધ પ્રોજેક્ટો અંગે વિસ્તૃત ચર્ચા કરી…

પાટણ તા. ૧
પાટણ સાંસદ ભરતસિંહડાભી અને વાવ ના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે ગતરોજ નવી દિલ્હી ખાતે ના સંસદ ભવનમાં કેન્દ્ર સરકારના માર્ગ,પરિવહન અને ધોરીમાર્ગ વિભાગના મંત્રી નીતિન ગડકરી ની સૌજન્ય મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન સાંસદ ભરતસિંહ ડાભીએ પાટણ લોકસભા ક્ષેત્રમાં ચાલી રહેલ પ્રસ્તાવિત માર્ગ પરિવહનના વિવિધ પ્રોજેક્ટો અંગે વિસ્તૃત ચર્ચા કરીને ભારત માલા પ્રોજેક્ટ,નેશનલ હાઇવે -68 (પાટણ- રાધનપુર) પ્રોજેક્ટ અને અન્ય નવનિર્માણ પુલ અને હાઇવે સહિત અકસ્માતગ્રસ્ત માગૅ વિસ્તારોની સુરક્ષા માટેના પગલાંઓ અંગે અવગત કરતાં મંત્રી નીતિન ગડકરીએ તમામ મુદ્દાઓની નોંધ લઈ જરૂરી પગલાંની ખાતરી આપતા પાટણ સાંસદે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here