પાટણ સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેળા માતાના જન્મ જયંતી પ્રસંગને લઈને ધાર્મિક ઉત્સવોની ઉછામણી કરાય..

સ્વામી પરિવારની મળેલી બેઠકમાં માતાજીના જન્મ જયંતી પ્રસંગ ને યાદગાર બનાવવા આયોજનો કરાયા…

પાટણ તા. ૧૪
પાટણ સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેળા માતાની આગામી તારીખ 31 જુલાઈના રોજ જન્મ જયંતી પર્વની ઉજવણીને લઈને રવિવારના રોજ શહેરના નરસિંહજી ભગવાનના મંદિર પરિસર ખાતે પાટણ સ્વામી પરિવારના સભ્યોની બેઠક મળી હતી.
આ બેઠકમાં માતાજીના જન્મ જયંતી પ્રસંગે નીકળનારી પાલખીયાત્રા, હવન-યજ્ઞ,ધજાદંડ અને મહા આરતી સહિતના ધાર્મિક પ્રસંગોની ઉછામણી કરવામાં આવી હતી.
આ ઉછામણીમાં સ્વામી પરિવારના સભ્યોએ લાભ લઈ આ ધાર્મિક પ્રસંગમાં યજમાન બનવાનો લ્હાવો પ્રાપ્ત કર્યો હતો.
સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેળા માતાની જન્મ જયંતી પ્રસંગની ઉજવણીને યાદગાર બનાવવા મળેલી પરિવારના સભ્યોની આ બેઠકમાં સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી સહિત કમલેશ સ્વામી, યશપાલ સ્વામી,મણીભાઈ સ્વામી,ખન્નાભાઈ સ્વામી,નવીનભાઈ સ્વામી,વિજયભાઈ સ્વામી મહેશભાઈ સ્વામી,સંજયભાઈ સ્વામી,ચેતનભાઇ સ્વામી,ઈશ્વરભાઈ સ્વામી,કનુભાઈ સ્વામી, દેવાભાઈ સ્વામી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here