શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ, સમાજ આગેવાનો અને દાતા પરિવારોના વરદ હસ્તે મેળા ને ખુલ્લો મુકાયો..
નવદંપતીઓએ પરંપરા મુજબ સપ્તાહ ફેરા ફરી ભગવાનના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

દર્શનાર્થીઓની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને પાર્કિંગ વ્યવસ્થા,સીસીટીવી કેમેરા અને લાઈવ પ્રસારણ ની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ..
પાટણ.
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના તારીખ 22 નવેમ્બર થી તારીખ 28 નવેમ્બર દરમિયાન યોજનારા સપ્ત રાત્રી રેવડીયા મેળા નો રવિવારની પવિત્ર ઢળતી સંધ્યાએ શ્રી પદ્મનાભ ભગવાન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ તેમજ સમાજ આગેવાનો અને દાતા પરિવારોના વરદ હસ્તે ભક્તિમય મહોલ વચ્ચે કરવામાં આવ્યો હતો. ભગવાન શ્રી પદ્મનાભજી
ના પ્રથમ મેળાના પ્રારંભ બાદ સૌએ ભગવાન સન્મુખ આરતી ઉતારી જયોત સ્વરૂપે રવાડી પ્રજ્વલિત કરી નવદંપતિ
ઓ સહિત ભાવિક ભકતો
એ ભગવાન શ્રી પદ્મનાભ
જી,ગણપતિજી,હરદેવજી અને નકળંગજી ની રવાડી ના દશૅન કરી ધન્યતા અનુભવી હતી. જયારે નવદંપતિઓએ પોતાના સપ્ત ફેરા નો આરંભ કર્યો હતો.
શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી અને ટ્રસ્ટી મંડળ સહિત સમાજના આગેવા
નો,દાતાઓ સહિત સેવા
ભાવી યુવાનોની વિશાળ ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવેલા શ્રી પદ્મનાભ ભગવાન ના સપ્ત રાત્રી મેળામાં પ્રજાપતિ જ્ઞાતિ સમાજ સહિત અઢારે વણૅના ભાવિક ભકતોની ભારે ભીડ ઉમટી હતી.
શ્રી પદ્મનાભ ભગવાન ના સપ્ત રાત્રી મેળામાં આવતાં ભાવિક ભકતોને કોઈ પણ પ્રકારની મુશકેલી ઉભી ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર પાર્કિંગ વ્યવસ્થા સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ખાનગી સિક્યુરિટી સાથે સીસીટીવી કેમેરા અને બે વિશાળ એલઇડી સ્ક્રીન પર સંપૂર્ણ મેળાનું લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવ્યું છે.
વાડી પરિસરમાં ખાણી પીણી ના સ્ટોલો સાથે મનોરંજન ના વિવિધ સાધનો પણ ઉભા કરવામાં આવ્યાં છે.
પ્રથમ મેળાના દિવસે ભગવાન ને સુંદર ફૂલોની આંગી રચના અમેરિકા સ્થિત અનુપમ કુમાર પુનમચંદભાઈ સ્વામી પરિવાર દ્વારા કરાવવામાં આવી હતી. તો સપ્તફેરા ફરતા નવદંપતીઓ માટે રાત્રે ચા- પાણી નાસ્તાની વ્યવસ્થા સમાજના સેવાભાવી યુવાનો દ્વારા કરવામાં આવી હતી.
ચાલુ સાલે પ્રથમ દિવસે જ શ્રી પદ્મનાભ ભગવાનના સપ્ત રાત્રિ મેળાના સુંદર આયોજન ની સૌ ભાવિક ભકતોએ મુકત મને પ્રશંસા કરી હતી.




