ભગવાન શ્રી પદ્મનાભજીના સાનિધ્યમાં શ્રાવણ વદ અમાસના પવિત્ર દિવસે શ્રી સત્યનારાયણ ભગવાન ની કથા કરાઈ…

પાટણ તા. ૨૩
પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સાનિધ્યમાં શ્રાવણ વદ અમાસના પવિત્ર દિવસે વર્ષોની પરંપરા અનુસાર આયોજિત કરાતી ભગવાન શ્રી સત્યનારાયણની કથા નું આયોજન ભક્તિમય માહોલ અને રીમઝીમ મેધ વર્ષા વચ્ચે શનિવારે સાંજે કરવામાં આવ્યું હતું.
ભગવાન શ્રી સત્ય નારાયણની કથાના યજમાન પદે સિમ્પાલીબેન ચિંતનકુમાર પ્રજાપતિએ લ્હાવો લીધો હતો. જયારે શ્રી સત્યનારાયણની કથાનું રસપાન પાટણ જગદીશ મંદિરના પૂજારી કનુભાઈ શુકલ એ પોતાની અમૃતવાણીએ કરાવ્યું હતું.
શ્રી પદ્મનાભ ભગવાનના મંદિર પરિસર ખાતે આયોજિત શ્રી સત્યનારાયણ ભગવાનની કથા શ્રવણનો લાભ પ્રજાપતિ સમાજના પરિવારજનો સહિત પદ્મનાભ ભગવાન ના ભકતોએ લઈ ધન્યતા અનુભવી હતી.
આ કથાના ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા શ્રીપદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, મંત્રી કલ્પેશ સ્વામી, દશરથભાઈ પ્રજાપતિ, સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી,ખન્નાભાઈ,ચંદ્રેશભાઈ,કનુભાઈ,સુરેશભાઈ,દેવાભાઈ, વિજયભાઈ, મહેશભાઈ, કનુભાઈ, ઈશ્વરભાઈ, હરેશભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ:- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here