પાટણ તા. ૩૧
ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા દ્વારા શહેરની સિધ્ધરાજ ક્રેડીટ સોસાયટી ખાતે “ભારત કો જાનો” મૌખિક પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૪ પ્રાથમિક, ૭ માધ્યમિક મળી કુલ ૨૧ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં પ્રાથમિક વિભાગમાં કમલીવાડા પ્રાથમિક શાળાએ પ્રથમ અને બોરસણ પ્રાથમિક શાળા દ્વિતીય તેમજ માધ્યમિક વિભાગમાં વાયડ હાઈસ્કૂલ પ્રથમ અને પાયોનીયર સેકન્ડરી સ્કૂલ પાટણ દ્વિતીય નંબરે રહી વિજેતા બની હતી. વિજેતા ટીમને સંસ્થાના પ્રમુખ,મંત્રી સહિતના સભ્યો હસ્તે શિલ્ડ- પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો હતો. વિજેતા ટીમ આગામી તા.૨૮/૯/૨૦૨૫ ને રવિવારના રોજ હારીજ ખાતે ઉત્તર પ્રાંત ની પ્રતિ
યોગિતામાં ભાગ લેશે.
ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા આયોજિત “ભારત કો જાનો” મૌખિક પરીક્ષા દરમ્યાન શાખાના પ્રમુખ દિનેશભાઈ પ્રજાપતિ પરિક્ષા સંયોજક જશવંતભાઈ જનસારી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



