
પાટણ તા. ૧૪
ભા.વિ.પ.સિદ્ધહેમ શાખા પાટણ દ્રારા આયોજિત ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ ગુરૂ શિષ્યની ભાવના ને ઉજાગર કરવા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે નો કાર્યક્રમ છે.
આ કાર્યક્રમ તા.૫ જુલાઈ થી ને શનિવારના રોજ થી શરૂ કરેલ જેનું આજે તા.૧૪/૭/૨૦૨૫ ને સોમવારના રોજ ઓક્સફર્ડ સ્કૂલ પાટણ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.
આ સંસ્કારલક્ષી કાર્યક્રમ માં સહકાર આપનાર તમામ શાળાઓ,શિક્ષક પરિવાર,વિધાર્થી બાળમિત્રો તેમજ સફળતા માટે મહત્વનું યોગદાન આપનાર શાખા પરિવાર
ના સર્વે સભ્યો એ કે જેમણે પોતાના અમૂલ્ય સમય નું યોગદાન આપી કાર્યક્રમને દીપાવ્યો તે તમામ નો ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.




