મહેસાણા ‘એ’ ડિવિઝન પોલીસની સફળતા: CCTV ફૂટેજ અને બાતમીના આધારે ચોરીના એક્ટિવા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા

મહેસાણા,
ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસીંઘ યાદવ, મહેસાણા જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ દ્વારા જીલ્લામાં વાહન તેમજ મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા અને અનડીટેક ગુન્હાઓ શોધી કાઢવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ.પારગીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમે સરાહનીય કામગીરી કરીને ચોરીના એક્ટિવા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
CCTV કેમેરા અને બાતમીના આધારે મળી સફળતા
મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક્ટિવા ચોરીના ગુન્હા (BNS કલમ-૩૦૩(૨)) અંતર્ગત સર્વેલન્સ સ્ટાફ તપાસમાં હતો. ઘટના સ્થળની આસપાસના સી.સી.ટી.વી. કેમેરા તેમજ મહેસાણા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સ્ટાફની મદદથી શંકાસ્પદ ઇસમો પર નજર રાખવામાં આવી રહી હતી.
દરમિયાન, સર્વેલન્સ સ્ટાફના અ.પો.કો. તરૂણકુમાર કાનજીભાઇ અને આ.પો.કો. કંદર્પકુમાર કિર્તીભાઇ ને સંયુક્ત ચોક્કસ બાતમી મળી હતી કે ચોરીના એક્ટિવા સાથે બે ઇસમો મહેસાણા કસ્બા તરફથી તોરણવાળી માતાના ચોક તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તોરણવાળી માતાના ચોકમાં વોચ ગોઠવીને સફેદ કલરના એક્ટિવા (નંબર: GJ-02-DG-2493) સાથે બંને ઇસમોને કોર્ડન કરી રોકી લીધા હતા.
આરોપીઓએ ગુન્હાની કબૂલાત કરી
પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં પકડાયેલા શખ્સોએ ગત તારીખ ૨૧/૦૬/૨૦૨૬ના રોજ સવારે આશરે ૧૧:૦૦ વાગ્યાના સુમારે મહેસાણા સિદ્ધપુરી બજારમાં આવેલા હનુમાનજી મંદિરની સામેથી આ એક્ટિવા ચોરી કર્યું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ₹૧૫,૦૦૦ ની કિંમતનું એક્ટિવા કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓના નામ:
૧. સચીનભાઇ વિનુભાઇ દેવીપુજક (ઉં.વ. ૨૬), રહે. મ.નં. ૦૯, કપિલનગર સોસાયટી, તા.જી. મહેસાણા.
૨. સાવન સંજયભાઇ ચુનીલાલ દેવીપુજક (ઉં.વ. ૧૮), રહે. કપિલનગર સોસાયટી, ગંજબઝાર પાછળ, તા.જી. મહેસાણા.
કામગીરી કરનાર પોલીસ ટીમ:
આ સફળ કામગીરીમાં પો.ઇન્સ. આર.એલ.પારગીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. જે.આર.જાડેજા, પો.સબ.ઇન્સ. એસ.કે.ડામોર, એ.એસ.આઇ. કૌશિકભાઇ વિરસંગભાઇ , અ.હે.કો. જયદીપકુમાર પ્રભુદાસ, અ.પો.કો. સંકેતકુમાર દિનેશભાઇ, કંદર્પકુમાર, તરૂણકુમાર, અબ્દુલગફાર સૈયદઅલી, કલ્પેશકુમાર કેશવલાલ, મનિષકુમાર બાબુભાઇ, ચેતનકુમાર વેલજીભાઇ, ધવલકુમાર રામાભાઇ તેમજ મહેસાણા કમાન્ડ એન્ડ કંટ્રોલ પોલીસ સ્ટાફે સંયુક્ત ટીમવર્કથી પ્રશંસનીય કામગીરી કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here