મુનિરાજ શ્રી ચારિત્રરત્ન
વિજયજી મહારાજ નો ગુરુવારે શંખેશ્વર તીર્થ માં થશે ચાતુર્માસ પ્રવેશ..

પ્રવેશ ને લઈ ને યોજાશે શોભાયાત્રા ધર્મસભા આદિ ધાર્મિક કાર્યક્રમો..

પાટણ તા. ૧
સોધર્મ બૃહત્તપાગચ્છ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ત્રિસ્તુતિક જૈન સમુદાય ના જૈનાચાર્ય શ્રી જયન્તસેનસૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજય જી મહારાજ આદિ ઠાણા નો ગુરુવારે શંખેશ્વર તીર્થ ખાતે ચાતુર્માસ પ્રવેશ યોજાનાર છે.
શંખેશ્વર તીર્થ ના રાજેન્દ્રસૂરિ નવકાર મંદિર માં ચાતુર્માસ હેતુ પધારી રહેલ મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજય જી મહારાજ,મુનિરાજ શ્રી અજીતસેન વિજયજી મહારાજ ના ચાતુર્માસ પ્રવેશ ને લઈ ને રાજેન્દ્રસૂરિ નવકાર મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રા,ધર્મસભા આદિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે , શંખેશ્વર જૈન સંધ ના અગ્રણી અને ટ્રસ્ટ ના વ્યવસ્થાપક યોગેશ શાહે જણાવ્યું કે ચાતુર્માસ પ્રવેશ ની શોભાયાત્રા શંખેશ્વર તીર્થ ના મુખ્ય જીનાલય થી સવારે ૯ કલાકે પ્રારંભ થઈ મુખ્ય માર્ગ પર પરિભ્રમણ કરી ને રાજેન્દ્રસૂરિ નવકાર મંદિર ના સંકુલ માં કાર્યક્રમ ને લઈ ને બનાવેલ જયન્તસેનસૂરિ પ્રવચન મંડપ માં ધર્મસભા માં પરિવર્તિત થશે.
ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે ની પ્રવેશયાત્રા નો ગુરુવારે સવારે શુભારંભ થશે. જેમાં, ઘોડા , બગીઓ વિવિધ મંડળીઓ, બેન્ડ બાજા અને શરણાઈના સૂર સાથે વાજતે ગાજતે રજવાડી ઠાઠથીચાતુર્માસ સ્થલ રાજેન્દ્રસૂરિ નવકાર મંદિર યાત્રા પહોંચશે. ત્યાર બાદ ધર્મસભાના આયોજન સાથે પ્રવચન – ઉદ‌્બોધન – સત્કાર સમારોહ થશે. સવારે ૧૦.૩૦ વાગ્યે ધર્મસભાનો પ્રારંભ થશે. ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે દેશભરના વિવિધ જૈન સંઘ તેમજ મઘ્યપ્રદેશ,રાજસ્થાન, મહારાષ્ટ્ર,દિલ્હી, તમિલનાડુ,કર્ણાટક,આંધ્રપ્રદેશ સહિત અનેક રાજ્યના શહેરોથી ગુરુભક્તો અને જૈન સંઘોના શ્રેષ્ઠીઓ, મોભીઓ, શ્રદ્ધાળુઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
આ પ્રસંગ ને લઈ શંખેશ્વર માં બિરાજમાન આચાર્ય ભગવંત તેમજ સાધુ સાધ્વીજી મહારાજ પધારશે કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ટ્રસ્ટ ના અધ્યક્ષ નાનુભાઈ સંઘવી અમદાવાદ સહિત સમસ્ત ટ્રસ્ટ મંડળ દ્વારા જહેમત પુર્વક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. સર્વઘર્મ પ્રત્યે સમભાવ રાખનાર મુનિરાજ શ્રી ચારિત્રરત્નવિજય જી મહારાજ ના ચાતુર્માસ ને લઈ પાટણ તેમજ જિલ્લા નાં અનેક સમાજના લોકો માં ખુશી અને ઉત્સાહ નું વાતાવરણ સર્જાયું છે, ચાતુર્માસ પ્રવેશ માં જૈન સમાજ તેમજ અન્ય સમાજ ના લોકો પણ ઉપસ્થિત રહી ને ગુરુ પ્રત્યે ની શ્રધ્ધા વ્યક્ત કરનાર છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here