સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં કરવામાં આવેલા ત્રીજા સુધારા અંતર્ગત હવે વાહનચાલકો માટે નિયમો વધુ કડક બન્યા છે. પાટણ જિલ્લા અને શહેરમાં ખાનગી વાહનો પર લગાવેલા કોઈ પણ પ્રકારના સાઈન-સિમ્બોલ્સ, જાતિ દર્શાવતા લખાણો, જાહેરાતો કે અન્ય કોઈ પણ પ્રકારના લખાણો દૂર કરવાની કામગીરી પાટણ જિલ્લા પોલીસ દ્રારા હાલના તબક્કે તેજ ગતિએ ચાલવવામાં આવી રહી છે.
પાટણ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોની ટીમો દ્વારા સવારે ૧૦:૦૦ વાગ્યાથી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી પાટણ શહેર અને જિલ્લાના ટ્રાફિકવાળા વિસ્તારોમાં સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પાટણ જિલ્લા ડીવાયએસપી પરેશ રેણુકા ના જણાવ્યા મુજબ, મોટર વ્હીકલ એક્ટના ત્રીજા સુધારામાં જે બાબતોનો ઉલ્લેખ છે—જેમ કે જાહેરાતના લખાણો, સાઈન-સિમ્બોલ, જાતિ સૂચવતા લખાણો અથવા અન્ય લખાણો—તે તમામ સામે કાર્યવાહી કરીને તેમને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
સૌથી મહત્વની વાત એ છે કે આ કાર્યવાહી માત્ર આજ પૂરતી સીમિત નથી, પરંતુ આગામી દિવસોમાં પણ પાટણ જિલ્લામાં આ જ પ્રકારની કડક ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે…….!



