લક્ષ્મીપુરા વામૈયા પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત કાર્યક્રમ યોજાયો…

આજરોજ લક્ષ્મીપુરા વામૈયા પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત કાર્યક્રમ શાળા પરિવાર અને SMC સભ્યોની હાજરીમાં યોજાયો. કાર્યક્રમની શરૂઆત લક્ષ્મીપુરા વામૈયા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા તમામને કુમ કુમ તિલક કરી તમામને આવકારી પ્રાર્થના, ભજન અને ધૂન દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ ધોરણ ૬ ની વિદ્યાર્થીની ઝાલા ઋત્વિકા દ્વારા સાથી મિત્રોના સાત વર્ષની યાદો તાજી કરી અને એજ ધોરણની સજનબેન સેધાજી ઠાકોરે પણ આ વિદ્યાર્થીઓ સાથેના ભૂતકાળના સ્મરણ વાગોળ્યા હતા ત્યારબાદ ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ પોતાના આઠ વર્ષના અનુભવો રજૂ કર્યા હતા ત્યાર બાદ શાળાના શિક્ષકશ્રી અલ્કેશભાઇ પટેલે શાળા દ્વારા બાળકોમાં સિંચન કરેલ ગડતર અને સંસ્કારોના થકી જીવનમાં ખુબ પ્રગતિ કરે એવા આશીર્વચન પડાવ્યા શાળાના શિક્ષકોએ બાળકો સાથેના સ્મરણોની સુંદર મજાની વાતો કરી હતી ત્યારબાદ એસએમસીના સભ્યશ્રી મફાજીએ આ બાળકોને આશિષ વચન આપ્યા હતા છેલ્લે શાળાના આચાર્યશ્રી આ બાળકોને તેમના જીવનમાં ખૂબ આગળ વધે એવી પ્રગતિમાં વધારો થાય એ પ્રમાણે આશિષ વચનો આવ્યા હતા. ધોરણ આઠ ના વર્ગ શિક્ષક શ્રી દ્વારા વિદ્યાર્થીઓને કંપાસ વિતરણ કરવામાં આવ્યું. શાળા પરિવાર તરફથી શાળાના બાળકોને દાળ ભાત પૂરી શાક અને કેરીના રસનું ભોજન પીરસાયું. આ પ્રમાણે કાર્યક્રમ પૂર્ણ જાહેર થયો હતો
તસ્વીર શૈલેષ નાયી પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here