પાટણ દેશી લોહાણા મહાજન પરિવાર દ્વારા પાટણના ગોપી પાર્ટી પ્લોટ ખાતે પૂજ્ય દરિયાલાલ દાદાની જન્મ જયંતી ની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

પૂજ્ય દરિયાલાલ દાદા ની જન્મ જયંતી નિમિત્તે સીતારામ મહિલા મંડળ દ્વારા સંગીતના તાલ સાથે સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા પૂર્વ પ્રમુખ હેમંતભાઈ તન્ના ,નીરવભાઈ કાંતિલાલ ઠક્કર, મહેશભાઈ નટવરલાલ ઠક્કર ,
સુરેશભાઈ માણેકભાઈ અખાણી, હસમુખભાઈ કુબેરભાઈ ઠક્કર, હસમુખભાઈ ઇશ્વરભાઇ ઠક્કર,બીરેનભાઈ જયંતીભાઈ ઠક્કર., યોગેશભાઈ રઘુરામભાઈ ઠક્કર , હિતેશભાઈ રસિકલાલ ઠક્કર , ચંદ્રકાંતભાઈ ન્યાલચંદભાઈ ઠક્કર, મેહુલભાઈ ઠક્કર તેમજ મોટી સંખ્યામાં પાટણ દેશી લોહાણા મહાજન પરિવારે ઉપસ્થિત રહી સૌએ સાથે મળીને દરિયાલાલ દાદાની જન્મ જયંતી ની ઉજવણી કરી હતી



