વાગડોદ પોલીસની સરાહનીય કામગીરી: ચોરીના વણઉકેલ્યા ગુનાનો ગણતરીના દિવસોમાં પર્દાફાશ, ૪ મોબાઈલ ફોન સાથે આરોપી ઝડપાયો

વાગડોદ
વાગડોદ પોલીસ સ્ટેશનની ટીમે અત્યંત સતર્કતા દાખવી ચોરીના એક વણઉકેલ્યા (અનડિટેક્ટેડ) ગુનાનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને રૂ. ૩૭,૦૦૦ની કિંમતના ૪ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડીને પોતાની કાર્યક્ષમતાનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે.
શું હતી ઘટના?
વાગડોદ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૩૦૫(એ) અને ૩૩૧(૪) હેઠળ એક ચોરીનો ગુનો નોંધાયો હતો, જે લાંબા સમયથી વણઉકેલ્યો હતો. આ ગુનાને ઉકેલવા માટે પોલીસની ટીમે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો હતો. મોબાઈલ ટેકનિકલ એનાલિસિસ અને CEIR પોર્ટલની મદદથી પોલીસને મહત્વની કડીઓ મળી હતી, જેના આધારે આરોપી ઠાકોર લેંબુજી તજુજી (રહે. ઘચેલી, તા. સરસ્વતી, જિ. પાટણ) સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
પોલીસની સજ્જતા અને સફળતા
મે. પોલીસ મહાનિરીક્ષક પરીક્ષીતા રાઠોડ (બનાસકાંઠા રેન્જ), વી.કે.નાયી (પોલીસ અધિક્ષક, પાટણ) તથા કે.કે.પંડ્યા (નાયબ પોલીસ અધિક્ષક, સિદ્ધપુર) નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વાગડોદ પોલીસ સ્ટાફે આ કામગીરી હાથ ધરી હતી. પોલીસે આરોપી પાસેથી અલગ-અલગ કંપનીના કુલ ૪ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે:

  • મોટોરોલા કંપનીનો મોબાઈલ (કિં. રૂ. ૧૫,૦૦૦)
  • વીવો કંપનીનો મોબાઈલ (કિં. રૂ. ૭,૦૦૦)
  • રીઅલમી કંપનીનો મોબાઈલ (કિં. રૂ. ૫,૦૦૦)
    આ સફળ ઓપરેશનમાં વાગડોદ પોલીસ સ્ટેશનના એ.વી. દેસાઈ (પો.ઈન્સ.), પી.એમ.બોડાણા (પો.સબ.ઈન્સ.) તેમજ અ.હેડ કોન્સ. રોહીતભાઈ ફુલાભાઈ, અ.હેડ કોન્સ. વિષ્ણુંભાઈ નાગજીભાઈ અને ડ્રા.અ.હેડ કોન્સ. વિષ્ણુંભાઈ ગાંડાભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસની આ ત્વરિત અને અસરકારક કાર્યવાહી બદલ સમગ્ર વિસ્તારમાં પોલીસ પ્રત્યે સંતોષની લાગણી જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here